- ખેડામાં નશાકારક સીરપકાંડમાં વધુ એક યુવક ગંભીર
- સીરપ પીવાથી બિલોદરાના યુવકની તબિયત લથડી
- બિલોદરાના હેમંત ચૌહાણ નામના યુવકને અસર
ખેડામાં નશાકારક સીરપકાંડમાં વધુ એક યુવક ગંભીર હાલત પર છે. જેમાં નશાકારક સીરપ પીવાથી બિલોદરાના યુવકની તબિયત લથડી છે. બિલોદરાના હેમંત ચૌહાણ નામના યુવકને અસર થઇ છે. યુવકને નડીયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. ઘર કંકાસથી કંટાળી યુવકે નશીલી સીરપ પીધી હતી.
નશીલી સીરપ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો
નશીલી સીરપ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. યુવકને છાતીમાં દુખાવો અને આંખોમાં બળતરા થવા લાગી હતી. નશીલી સીરપ પીવાથી બિલોદરાના વધુ એક વ્યક્તિની તબિયત લથડી છે. તાત્કાલિક પરિવારજનોએ 108 મારફતે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. ઘર કંકાસથી કંટાળી યુવક બિલોદરા ગામ નજીક શેઢી નદી કિનારે ગયો હતો. નદીના પટમાંથી સીરપની બોટલો મળી આવતા ઘરે લાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસ નશીલી સીરપ મામલે વધુ સક્રિય થઇ
સીરપ પીવાથી તબિયત લથડતા યુવકને નડિયાદ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો છે. યુવકને છાતીમાં દુખાવો, માથામા દુખાવો, આંખોમા બળતરા જેવા લક્ષણો દેખાયા છે. સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી સ્ટાફે તાત્કાલિક સારવાર આપી છે. જેમાં બિલોદરાના હેમંત ચૌહાણ નામના યુવકની તબિયત લથળતા પોલીસ નશીલી સીરપ મામલે વધુ સક્રિય થઇ છે.


