- ભરૂચની હોસ્પિટલમાં કર્મચારીનું હાર્ટ એટેકથી મોત
- પરિવાર સહિત ગ્રામજનોમાં શોકનો માહોલ
- 32 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે
રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત થયુ છે. જેમાં ભરૂચની હોસ્પિટલમાં કર્મચારીનું હાર્ટ એટેકથી મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. 32 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજતા યુવાનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.
પરિવારજનો, હોસ્પિટલ સ્ટાફ સહિત ગ્રામજનોમાં શોકનો માહોલ
ભરૂચની હોસ્પિટલમાં જોબ કરતા 32 વર્ષીય યુવાનનું હાર્ટએટેકથી મોત થતા પરિવાર સહિત ગ્રામજનોમાં શોકનો માહોલ છે. ભરૂચની એપેક્ષ હોસ્પિટલના મેલ નર્સ 32 વર્ષીય યુવાનનું હોસ્પિટલમાં હાર્ટએટેક આવતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. યુવાનના મોતથી પરિવારજનો, હોસ્પિટલ સ્ટાફ સહિત ગ્રામજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ગુજરાતમાં હાર્ટ એટેકના કેસ સતત વધી રહ્યાં છે. જેમાં કેસ વઘતા લોકોની ચિંતામાં વધારો થયો છે.
હાર્ટ એટેક એ વ્યક્તિની જિંદગીને એક જ સેંકડમાં ખતમ કરી નાખે છે
હાર્ટ એટેક એ વ્યક્તિની જિંદગીને એક જ સેંકડમાં ખતમ કરી નાખે છે. હાર્ટ એટેકના લક્ષણ હોય છે, છાતીમાં દુખાવો સાથે-સાથે બેચેની થવી, શ્વાસ ફૂલવો, કાંડામાં દુખાવો, જડબુ કે પીઠમાં દુખાવો થવો. જો તમને પણ શરીરમાં આવો કોઈ દુખાવો થઈ રહ્યો હોય તો તમે તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો


