- ગીર સોમનાથમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત
- રસ્સા ચઢની પ્રેક્ટિસ દરમિયાન આવ્ચો હાર્ટ એટેક
- મૃતક ફાયર બ્રિગેડની તૈયારી કરતો હતો
ગીર સોમનાથમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત થયુ છે. જેમાં કોડીનારના ફાફણી ગામના 28 વર્ષીય યુવકનું મોત થયુ છે. રસ્સા ચઢની પ્રેક્ટિસ દરમિયાન હાર્ટ એટેક આવ્ચો હતો. મૃતક ફાયર બ્રિગેડની તૈયારી કરતો હતો. વધતા જતા હ્રદય હુમલાના બનાવે વધુ એક યુવાનનો ભોગ લેતા પરિવારમાં શોકનો માહોલ છે.
28 વર્ષીય યુવાન હ્રદય થંભી જતાં મોત
કોડીનારના ફાફણી ગામના 28 વર્ષીય યુવાન હ્રદય થંભી જતાં મોત થયુ છે. ફાયર બ્રિગેડની તૈયારી કરતા યુવાનને રસ્સા ચઢની પ્રેક્ટિસ દરમિયાન હ્રદય હુમલો આવતા મોત થયુ છે. પોતાના જ ગામમાં પ્રેક્ટિસ દરમિયાન ભુપત સોલંકી નામના યુવાનનું મોત થતા સ્થાનિક યુવાનોમાં ભયનો માહોલ છે. યુવાનોના હૃદય સતત નબળા પડી રહ્યા છે. એક ચોંકાવનારો અહેવાલ જણાવે છે કે આજે લોકો જે પ્રકારની જીવનશૈલી જીવી રહ્યા છે તેની અસર હૃદય પર પડી રહી છે અને હાર્ટ એટેક જેવી જીવલેણ બીમારીઓ ઝડપથી વધી રહી છે.
85 ટકા મૃત્યુનું કારણ માત્ર હાર્ટ એટેક
અમેરિકન જર્નલ ઑફ ક્લિનિકલ એન્ડ ડાયગ્નોસ્ટિક રિસર્ચમાં પ્રકાશિત અહેવાલ દર્શાવે છે કે 2015 સુધીમાં ભારતમાં લગભગ 6.5 કરોડ લોકો હૃદયની બીમારીઓથી પીડિત હતા. આશ્ચર્યની વાત એ છે કે આમાંથી લગભગ 2.5 કરોડ લોકો 40 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના છે. WHOનો તાજેતરનો રિપોર્ટ પણ ભારતીયોને ડરાવશે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં ભારતમાં હ્રદય રોગના કારણે મૃત્યુની સંખ્યામાં 75%નો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર, માત્ર વર્ષ 2019માં જ સમગ્ર વિશ્વમાં લગભગ 1.80 કરોડ લોકો હૃદયની બીમારીઓને કારણે મૃત્યુ પામ્યા છે. આમાંથી 85 ટકા મૃત્યુનું કારણ માત્ર હાર્ટ એટેક છે.


