- હજીરા સ્થિત જુનાગામ ખાતે બનાવ બન્યો
- PSP કોલોનીમાં 32 વર્ષનો યુવક ઘરે હતો
- ખાનગી વાહનમાં યુવકને હોસ્પિટલ ખસેડાયો
સુરતમાં હાર્ટએટેક આવતા યુવકનું મોત થયુ છે. જેમાં અચાનક જ યુવક ઘરે બેભાન થયો હતો. હજીરા સ્થિત જુનાગામ ખાતે બનાવ બન્યો છે. PSP કોલોનીમાં 32 વર્ષનો યુવક ઘરે હતો ત્યારે હાર્ટએટેક આવ્યો હતો. જેમાં ખાનગી વાહનમાં જ યુવકને હોસ્પિટલ ખસેડાયો હતો.
યુવાનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો
યુવાનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જેમાં યુવાનને ફરજ પર હાજર તબીબોએ મૃત જાહેર કર્યો હતો. અગાઉ 24 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયુ હતુ. જેમાં યુવક ઊંઘમાંથી ઉઠ્યો હતો અને અચાનક છાતીના ભાગે દુખાવો થતા યુવકને હોસ્પિટલમાં લઈ ગયા હતા. તબીબોએ 1 કલાક સુધી યુવકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવકનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.
યુવાનોને હાર્ટ એટેક આવવાના બનાવો વધી રહ્યા છે
છેલ્લાં કેટલાંક સમયથી યુવાનોને હાર્ટ એટેક આવવાના બનાવો વધી રહ્યા છે. ચાલતા ચાલતા હોય બાઈક ચાલતા, ઊંઘમાં જ યુવકનું હાર્ટ એટેકથી મોત થઈ રહ્યા છે. ત્યારે આજે વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. તાજેતરમાં ઉધના વિસ્તારમાં રહેતા માત્ર 25 વર્ષના યુવાનને હાર્ટ એટેક આવ્યો હતો. જેથી તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં અંદાજે 1 કલાક જેટલો સમય તબીબોએ યુવકને બચાવવા લગાવ્યો હતો. જોકે તેને બચાવી શક્યા ન હતા. અંતે યુવકે દમ તોડી દીધો હતો.


