- રાજકોટ જૂના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી
- સવારથી ડુંગળીની હરાજી શરુ કરવામાં આવી
- ખેડૂતો ડુંગળી વેચવા માટે પણ તૈયાર થતા નથી
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી શરુ થઇ છે. જેમાં 100 ખેડૂતોની ડુંગળીની હરાજી કરવામાં આવશે. તથા હરાજીમાં 400 રુપિયા મણ સુધી ડુંગળીનો ભાવ અપાયો છે. રાજકોટ જૂના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
સવારથી ડુંગળીની હરાજી શરુ કરવામાં આવી
સવારથી ડુંગળીની હરાજી શરુ કરવામાં આવી છે. તેમજ જામનગર જિલ્લામાં મોટા પ્રમાણમાં ડુંગળીનું ઉત્પાદન થાય છે. ત્યારે ડુંગળીના નિકાસનો પ્રતિબંધ હટાવવા માંગ કરવામાં આવી છે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી સારા ભાવોથી પ્રેરાઈને ખેડૂતોએ વાવેતર કર્યું પણ કરમની કઠણાઈ છે કે ડુંગળીની નિકાસબંધીને કારણે ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોની દશા કફોડી થઈ હોય ત્યારે તૈયાર ડુંગળીના ઢગલે ઢગલા ખેતર વાડીમાં પડ્યા છે. યાર્ડમાં ડુંગળીની હરાજી નિકાસબંધીને કારણે ઠપ્પ થઈ જતાં ખેડૂતો જાયે તો જાયે કહાં જેવો ઘાટ ઘડાયો છે.
ખેડૂતો ડુંગળી વેચવા માટે પણ તૈયાર થતા નથી
જામનગર તાલુકાના મોટી માટલી ગામના ખેડૂત, જેઓ ડુંગળીના પાકને લઇ પરેશાન થયા છે અને પોતાની ડુંગળી વેચવા માટે તૈયાર નથી. એક સાથે જ મોટા પ્રમાણમાં ભાવ ઘટાડો થતાં કોઈપણ ખેડૂતો ડુંગળી વેચવા માટે પણ તૈયાર થતા નથી. જામનગરના ખેડૂત રમેશ ભાઈએ વાતચીતમાં જણાવ્યું હતું કે. હું પહેલા ડુંગળીના 600 થી 800 રૂપિયા એક મણના ભાવ મળતા હતા. ત્યારે નિકાસ બંધ થતાં 100 થી 350 રૂપિયા સુધી ભાવ મળી રહ્યા છે. અને કોઈપણ વેપારી ડુંગળી લેવા માટે તૈયાર નથી.
ડુંગળીના પોષણ સમ ભાવ મળે તેવી માંગ સરકાર સામે કરી રહ્યા છે
જો આ ડુંગળી બેથી ત્રણ દિવસ પડી રહે તો ડુંગળી કોઈપણ વેપારી લેવા તૈયાર થશે નહીં. ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા કોઈપણ નિર્ણય વહેલો કરવામાં આવે બાકી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન ભોગવવાનો વારો આવશે. ડુંગળીના વાવેતર સમયે ખેડૂતો લાખો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે અને જ્યારે ડુંગળી વેચવા જાય ત્યારે ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોના માથે આભ ફટિયા જેવી સ્થિતિનું સર્જન થયું છે. હાલ તો ખેડૂતો સરકાર સામે મીટ માંડીને બેઠા છે ડુંગળીના પોષણ સમ ભાવ મળે તેવી માંગ સરકાર સામે કરી રહ્યા છે.


