- અચોક્કસ મુદ્દતની હડતાળને લઈ યાર્ડમાં હરાજી બંધ
- માર્કેટિંગ યાર્ડમાં આજથી ડુંગળી ઉપર પ્રતિબંધ
- ડુંગળી સહિતની હરાજી શરૂ કરવા ખેડૂતોની માગ
માર્કેટિંગ યાર્ડમાં હરાજી બંધ
ડ્રાઈવરોની હડતાળથી સીધી અસર જીવનજરૂરી ચીજ વસ્તુઓ પર પડી રહી છે. ડ઼ુંગળીના ભાવ ફરી આસમાને જઈ શકે છે. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ કરી દેવામાં આવી છે. ટ્રાન્સપોર્ટની હડતાળને પગલે ભાવનગર માર્કેટ યાર્ડમાં સીધી અસર વર્તાઈ રહી છે. ભાવનગર માર્કેટ યાર્ડમાં હરાજી બંધ કરી દેવામાં આવતાં ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. ખેડૂતોની માગ છે કે, ડૂંગળીની હરાજી તાત્કાલિક અસરથી શરૂ કરો.
સત્તાધીશોએ ડુંગળી ન લાવવા કહ્યું
ભાવનગર માર્કેટિંગ યાર્ડે ડ્રાઈવર અને કોમર્શિયલ વાહનોની અચોક્કસ મુદ્દતની હડતાળને લઈને ડુંગળી સહિતની હરાજી બંધ કરી દીધી છે. માર્કેટિંગ યાર્ડે ખેડૂતોને આજથી ડુંગળી લાવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ રહેતા ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે. ટ્રાન્સપોર્ટની હડતાલને લીધે યાર્ડના સત્તાધીશોએ ગઈકાલે સાંજે જ ખેડૂતોને યાર્ડમાં ડુંગળી ના લાવવા સૂચના આપી હતી. ખેડૂતોની ડુંગળી માટેની હરાજી ના થતાં ખેડૂતો માર્કેટિંગ યાર્ડની ઓફિસ પર પહોંચી ગયા હતા. ડુંગળીની આવક ઉપર અચોક્કસ મુદ્દત સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પરંતુ હાલમાં જે યાર્ડમાં ડુંગળી પડી છે તેની હરાજી કરવા માટે ખેડૂતોએ માંગણી કરી છે.
રાજ્યભરના ડ્રાયવરો હડતાળ પર
ડ્રાઇવર્સની હડતાળને પગલે વિવિધ સેવાઓને અસર થઇ રહી છે. અકસ્માત કેસમાં નવા કાયદાને લઇ ડ્રાઇવર્સનો વિરોધ છે. જીવન જરૂરી ચીજ વસ્તુઓની સેવાઓને અસર થઇ છે. રાજ્યભરમાં ડ્રાઇવર્સનો વિરોધ ચાલી રહ્યો છે. તેમાં પેટ્રોલ-ડીઝલના સપ્લાય પર અસર પડી શકે છે. વાહન ચાલકોએ ટાયર સળગાવી રસ્તા બ્લોક કર્યા છે. હજારો ભારે વાહનોના પૈડા થંભી ગયા છે. રાજ્યભરમાં ટ્રક અને બસ ડ્રાઈવરોની હડતાળ છે. ડ્રાઈવરોને લઈ બનાવાયેલા નવા કાયદાનો વિરોધ થઇ રહ્યો છે. અકસ્માતના નવા કાયદાને લઈ વિરોધ છે જેમાં અકસ્માતમાં 10 વર્ષની સજાની કાયદામાં જોગવાઈ કરાઇ છે તથા કાયદામાં 7 લાખના દંડની પણ જોગવાઈ થતા તમામ ડ્રાઇવરો વિરોધ પર ઉતર્યા છે.
હડતાળને પગલે જીવન જરુરી ચીજવસ્તુઓ પર સીધી અસર
જીવનજરૂરી ચીજ વસ્તુઓને સીધી અસર થઈ રહી છે. હડતાળને રાજ્યભરના ડ્રાઈવરો હડતાળ પર ઉતરી આવ્યાં છે જેની સીધી અસર ફળ, ફૂલ, શાકભાજી, કરિયાણું, દૂધ તેમજ ઉદ્યોગો પર પડી રહી છે. અંબાજી, વિસનગર, સિદ્ધપુર, અમદાવાદના વાહન અટવાયા છે. છોટાઉદેપુરના ગોલાગામડી ગામે ટ્રક ડ્રાઈવરનો વિરોધ છે. આણંદ અમૂલ ડેરીનાં 150થી વધુ ટેન્કર ચાલકો પણ હડતાળ પર છે. 2000થી વધુ ટ્રક ચાલકોએ સ્ટેટ હાઈવે બંધ કર્યો છે. સ્ટેટ હાઈવે જામ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. કાયદો રદ કરવામાં નહી આવે તો આંદોલનની ચીમકી આપવામાં આવી રહી છે. નવસારી જિલ્લાના ટ્રક ચાલકો પણ હડતાળ પર છે. કામરેજ ટોલનાકા પાસે નેશનલ હાઇવે પણ બ્લોક કરી દેવાયો હતો. ટ્રક ચાલકો હડતાળ પર ઉતરતા ક્વોરી ઉદ્યોગોને નુકસાન થયુ છે.


