યો મામેવમસંમૂઢો જાનાતિ પુરુષોત્તમ
સ સર્વવિદ્ભજતિ માં સર્વભાવેન ભારતઃ (15/19)
અર્થાત્ આ રીતે જે મોહરહિત મનુષ્ય મને પુરુષોત્તમ સ્વરૂપે જાણે છે તે સર્વજ્ઞ સર્વ રીતે મારું જ ભજન કરે છે. જીવાત્મા પરમાત્માનો સનાતન અંશ છે. આથી પોતાના અંશી પરમાત્માના વાસ્તવિક સંબંધ જે સદાયથી છે તેનો અનુભવ કરવો એને જ અસંમૂઢ-મોહથી રહિત થવું કહે છે. સંસાર કે પરમાત્માને તત્ત્વથી જાણવામાં મોહ-મૂઢતા જ બાધક છે. નાશવાન પદાર્થો સાથે રાગ-દ્વેષપૂર્વક સંબંધ માનવો એને જ મોહ કહે છે.
મોહનો અર્થ છે વસ્તુના વાસ્તવિક જ્ઞાનનો અભાવ. આ અવસ્થામાં બે પ્રકારની સ્થિતિઓ ઉત્પન્ન થાય છે. પ્રથમમાં અવસ્તુને વસ્તુ માની લઇએ. જેમ કે દોરડાને સાપ સમજી લેવો. તેને ભ્રમ કહેવામાં આવે છે. બીજામાં વસ્તુની યર્થાથતાના સંબંધમાં સંદેહ રહે છે કે દોરડું છે કે સા5! મોહ અાપણી આંખોની સામે એવું આવરણ લાવી દે છે કે જેના કારણે આપણે વસ્તુના વાસ્તવિક સ્વરૂ5ને જોઇ શકતા નથી. આ મોહ માયાની મુખ્ય શક્તિ છે. 5રમાત્માએ મોહનું સર્જન એક વિશેષ ઉદ્દેશ્ય માટે કર્યું છે. માયાનો સહારો લઇને જ 5રમાત્મા સૃષ્ટિની રચના કરે છે. તેને જ અવિદ્યા-માયા કહેવામાં આવે છે. જે સત્યની ઉ5ર એવું આવરણ લાવી દે છે કે જેથી મનુષ્ય સત્યનું વાસ્તવિક સ્વરૂ5 જોઇ શકતો નથી. માયાનું આ બીજું રૂ5 મોહ છે. તેના કારણે જ મનુષ્ય પોતાનું વાસ્તવિક સ્વરૂ5 ભૂલી જાય છે. તે ભૂલી ગયો છે કે તે દેહ નથી, 5રંતુ આત્મા છે. જેની મૂઢતા સર્વથા નષ્ટ થઇ જાય છે તે જ મનુષ્ય ભગવાનને પુરુષોત્તમ તરીકે જાણે છે. સંસારમાં જે કંઇ પ્રભાવ જોવા-સાંભળવામાં આવે છે તે બધો એક ભગવાન પુરુષોત્તમનો જ છે એવું માની લેવાથી સંસારનું ખેંચાણ દૂર થાય છે. જો સંસારનું થોડું ઘણું પણ ખેંચાણ રહે તો એમ સમજવું કે હજુ ભગવાનને દૃઢતાથી માન્યા જ નથી. હું ભગવાનનો છું અને ભગવાન જ મારા છે આ વાસ્તવિકતાને દૃઢતાપૂર્વક માની લેવાથી આપોઆપ સર્વ રીતે ભગવાનનું ભજન થાય છે. પછી ભક્તનું સૂવું, જાગવું, બોલવું, ચાલવું, ખાવું, પીવું વગેરે તમામ ક્રિયાઓ પોતાના માટે નહીં, પરંતુ ભગવાનની પ્રસન્નતા માટે જ થાય છે.
જ્ઞાનમાર્ગમાં જાણવું અને ભક્તિમાર્ગમાં માનવું મુખ્ય હોય છે. જે બાબતમાં સહેજ પણ સંદેહ ન હોય, તેને દૃઢતાપૂર્વક માનવું એને જ ભક્તિમાર્ગમાં જાણવું કહે છે. ભગવાનને સર્વોપરી માની લીધા પછી ભક્ત સર્વ રીતે ભગવાનનું જ ભજન કરે છે. ધર્મ સંબંધી મૂઢતાને મોહ કહે છે. બધા જ રોગોનું મૂળ એકમાત્ર મોહ (અજ્ઞાન) જ છે. આ એક વ્યાધિના લીધે બીજી અનેક પ્રકારની તકલીફો તથા અનેક નાનાં-મોટાં શૂળ જાગે છે. સમગ્ર સંસાર મોહરાત્રિમાં દેખાતું એક સ્વપ્ન છે. આ સ્વપ્ન જીવ જોઇ રહ્યો છે. 5રમાર્થના માર્ગ 5ર ચાલનાર જીવ ગુરુકૃપાથી જાગે છે. તેનો આ પ્રપંચ(જગતરૂપી સ્વપ્ન)થી છુટકારો થઇ જાય છે. જાગ્યો છે તેની ઓળખાણ એ છે કે વિષય વિલાસ જે અસત્ય છે તે તેને આકર્ષિત કરતી નથી. જગત ફક્ત નામ અને રૂ5નો સમૂહ છે. તમામ નામ કલ્પિત છે અને રૂ5 5રિવર્તનશીલ છે, મિથ્યા છે, અસત્ય છે. તન, મન, ધનને 5રમાત્માની દેન માનનાર સાકાર સૃષ્ટિમાં 5ણ નિરાકારનું દર્શન કરતાં કરતાં નિર્લિપ્ત રહીને કર્તવ્ય કર્મ કરતો રહે છે.


