ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા સરકારને સોંપાયેલા રિપોર્ટમાં ધડાકો : સસ્પેન્ડ થયેલા એકપણ અધિકારીએ સ્થળની ખરાઇ કર્યા વગર જ ધડાધડ મંજૂરી આપી : ફાયર NOCની ચકાસણી પણ નહી કરી હોવાનો ખૂલાસો
રાજકોટના મોકાજી સર્કલ નજીક શનિવારે થયેલા આગકાંડમાં સીટ દ્વારા સરકારને રિપોર્ટ કરવામાં આવ્યો છે. જે રિપોર્ટમાં કેટલાક ચોંકાવનારા ધડાકાઓ થયા છે. સીટે સોંપેલા રિપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગેમઝોનમાં અવર-જવર માટે માત્ર એક જ દરવાજો હતો અને સીડી પણ એક જ રાખવામાં આવી હતી. જેના કારણે લોકો આગ લાગતાં સમયસર ત્યાંથી નીકળી શકયા ન હતા અને તેના કારણે મોતના મુખમાં ધકેલાઇ ગયા હતાં. ગેરકાયદેસર ધમધમતાં ગેમ ઝોનની સસ્પેન્ડ થયેલા એક પણ અધિકારીએ સ્થળ વિઝીટ કર્યા વગર જ ધડાધડ ફાઇલોમાં સાઇન કરી દેતાં આજે ૨૮ જીંદગીઓ હોમાઇ ગઇ છે.
વધુમાં સીટના રિપોર્ટમાં પ્રાથમિક તારણો સૂચવે છે કે અલગ પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજા રાખવાને બદલે, નેશનલ બિલ્ડિંગ કોડ અને ફાયર સેફટી નિયમો હેઠળ નિર્ધારિત સ્પષ્ટીકરણો અનુસાર કોઈ ફરજિયાત ઇમરજન્સી એક્ઝિટ વિના મુલાકાતીઓને પ્રવેશવા માટે માત્ર એક સાંકડો માર્ગ હતો.
તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે અંદર સૂચિત સ્નો પાર્કના નિર્માણ માટે વેલ્ડીંગનું કામ હાથ ધરવામાં આવ્યું હતું, પ્રથમ દૃષ્ટિએ આગ લાગી હતી. ઓપરેટરોએ એ હકીકતની અવગણના કરી કે ગેમિંગ ઝોનમાં ખૂબ જ જવલનશીલ સામગ્રી છે. આ ઉપરાંત, જયાં વેલ્ડીંગ કરવામાં આવી રહ્યું હતું ત્યાં ફોમ અને ટાયર હતા, જે અત્યંત જવલનશીલ છે. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનો રીપોર્ટ જણાવે છે.
એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીએ ગાંધીનગરમાં મીડિયાને જણાવ્યું હતું કે ગેમિંગ ઝોનમાં ૩૦ લિટર પેટ્રોલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો, જે અનુમતિપાત્ર મર્યાદા કરતાં ઘણું વધારે છે. ‘પેટ્રોલિયમ એક્ટ હેઠળ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે.’
રેસ્ટોરન્ટ અને સૂચિત સ્નો પાર્ક વચ્ચે ૪-૫ ફૂટની સાંકડી જગ્યામાં પ્રથમ માળે પહોંચવા માટે મેટલની સીડી મૂકવામાં આવી હતી, જેમાં બોલિંગની સુવિધા અને ટ્રેમ્પોલિન પાર્ક રાખવામાં આવ્યો હતો. આગ સ્ટ્રક્ચરમાં ફેલાઈ જતાં પહેલા માળે પહોંચવું કે નીચે ઉતરવું અશક્ય હતું.
રાજકોટ ગેમિંગ ઝોનના સંચાલકોએ ૨૦૨૩ની આગની ચેતવણીની અવગણના કરી. માલિકો મુલાકાતીઓની સલામતી પ્રત્યે ઉદાસીન હતા તે આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે અંદર સ્થાપિત એકમાત્ર ફાયર હાઇડ્રેન્ટ સિસ્ટમમાં પાણીનું કનેક્શન નહોતું, આમ આગના કિસ્સામાં તે નકામું ઠરે છે.
ટેમ્પરરી સ્ટ્રકચરના નામે છુટ અપાઇ હતી
સીટ દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં એ પણ સામે આવ્યું છે કે ગેમઝોનના સંચાલકો દ્વારા બાંધકામની મંજૂરી ટેમ્પરરી સ્ટ્રકચરના નામે લેવાય હતી અને સંબંધીત વિભાગો દ્વારા પણ ટેમ્પરરી સ્ટ્રકચરના નામે છુટ અપાઇ હતી. છેલ્લા ચાર વર્ષથી ધમધમતા ગેમઝોનમાં એક પણ અધિકારીએ સ્થળ ચકાસણી કરવાની ખરાઇ કરી હતી નહી અને તેઓની આ લાપરવાહીના કારણે અગ્નિકાંડ ખેલાયો હતો તેવો ધડાકો સીટના રિપોર્ટમાં થતાં ચકચાર મચી જવા પામી છે.


