બલૂચિસ્તાનના માનવાધિકાર કાર્યકર અને પત્રકાર મીર યાર બલોચે પીએમ મોદીને પત્ર લખ્યો છે. આ પત્રમાં પાકિસ્તાન વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બલોચ નેતાએ પાકિસ્તાનની સેના અને ISI પર સીધા આરોપ લગાવ્યા છે. અને પાડોશી દેશને આતંકનો જન્મદાતા કહ્યો છે. તેઓએ પત્રમાં દાવો કર્યો છે કે, પાકિસ્તાન દર મહિને નવું આતંકી સંગઠન બનાવે છે. સંગઠનોનો ઉપયોગ શક્તિશાળી દેશને બરબાદ કરવામાં કરે છે.
પત્રમાં પાકિસ્તાન પર પ્રહાર
બલૂચિસ્તાનની માનવાધિકાર કાર્યકર અને પત્રકાર મીર યાર બલોચે પીએમ મોદીને લખેલા પત્ર બાદ તેની ચારેય બાજુય થઇ રહી છે. કારણ કે આ પત્રમાં સીધે સીધા પાકિસ્તાન પર પ્રહાર કરવામાં આવ્યા છે. આ પત્રમાં 1998માં પાકિસ્તાને બલૂચિસ્તાનમાં કરેલા પરમાણું પરીક્ષણને માનવસંહાર તરીકે દર્શાવ્યો છે. અને સાથે જ દુનિયાના વિવિધ દેશોને વિનંતી કરી છે કે, પાકિસ્તાન પાસેના પરમાણું હથિાર જપ્ત કરવામાં આવે. તો સાથે જ પીએમ મોદીને અપીલ કરી છે કે, ભારત બલૂચિસ્તાનની આઝાદીમાં સાથ આપે. પત્રની શરૂઆતમાં મીર યાર બલોચે 28 મે 1998 પરમાણુ પરિક્ષણ વિશે કહ્યુ છે. તેઓએ વધુમાં દુશ્મન દેશ પર આરોપ લગાવ્યો છે કે, પાકિસ્તાનની સેના અને પીએમ નવાઝ શરીફની સરકારે મિલીભગતથી બલૂચની જમીનને બરબાદ કરી છે. બ્લાસ્ટના કારણે ચગાઈ અને રાસ કોહની ટેકરીઓમાં વિસ્ફોટકોની ગંધ હજુ પણ છે. આ પરમાણુ નિરક્ષણના કારણે મોટી સંખ્યામાં પ્રાણીઓ, ખેતરોનો નાશ થયો હતો. અને નવજાત બાળકો ખોડ-ખાપણ સાથે જન્મી રહ્યા છે.
‘આતંકવાદીઓને જન્મ આપનાર પાકિસ્તાન’
પત્રમાં બલોચ નેતાએ વધુમાં જણાવ્યુ છે કે, આતંકવાદને પ્રોત્સાહન આપવું અને આતંકવાદીઓને જન્મ આપવો એ પાકિસ્તાનનું કામ છે. દર મહિને અહીં નવા સંગઠનો બનાવવામાં આવે છે. આ આતંકી સંગઠનો ભારત, અમેરિકા, અફઘાનિસ્તાન અને બલૂચિસ્તાન વિરુદ્ધ ઉપયોગમાં લેવાય છે. જો આતંકના મૂળનો નાશ નહી કરવામાં આવે તો આ આતંક આપણને પરેશાન કરશે. બલૂચ નેતાએ આરોપ લગાવ્યો કે પાકિસ્તાન બલૂચિસ્તાનનું સોનું, તાંબુ, ગેસ, તેલ અને યુરેનિયમ લૂંટીને પોતાની નબળી અર્થવ્યવસ્થા ચલાવી રહ્યું છે અને આ પૈસાથી આતંકવાદી સંગઠનોને ભંડોળ પૂરું પાડી રહ્યું છે. પત્રમાં ચીનનો પણ ઉલ્લેખ છે, જેમાં તેમણે કહ્યું હતું કે ચીને બલૂચિસ્તાનમાં દરિયાઈ થાણા અને એશિયાનું સૌથી મોટું એરપોર્ટ બનાવ્યું છે. ઉપરાંત, ચીન દરેક સ્તરે પાકિસ્તાનની સેનાને ટેકો આપી રહ્યું છે.