પહેલગામ આતંકવાદી હુમલા દરમિયાન 26 નિર્દોષ લોકોની હત્યાનો બદલો લેવા માટે શરૂ કરાયેલ ‘ઓપરેશન સિંદૂર’નો હેતુ ફક્ત આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવાનો હતો. ભારતીય સેનાને આમાં મોટી સફળતા મળી છે. જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા આતંકવાદી સંગઠનોના મુખ્યાલય સંપૂર્ણપણે નાશ પામ્યા છે. આમાં, અઝહર, મલિક અને અહેમદનો ખાતમો સૌથી મોટુ અને મુખ્ ટાર્ગેટ છે. યુસુફ અઝહર ઉસ્તાદ ઘોરી અને મોહમ્મદ સલીમ તરીકે પણ ઓળખાતા હતા. તે જૈશ-એ-મોહમ્મદનો આતંકવાદી હતો.
યુસુફ અઝહર મૌલાના મસૂદ અઝહરનો સાળો હતો
યુસુફ અઝહર આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો સ્થાપક મૌલાના મસૂદ અઝહરનો સાળો હતો. 1999માં ઇન્ડિયન એરલાઇન્સના વિમાન IC-814ના હાઈજેક થવામાં તે મુખ્ય કાવતરાખોર હતો. 24 ડિસેમ્બર 1999ના રોજ 5 આતંકવાદીઓએ કાઠમંડુથી 178 મુસાફરો સાથે IC-814 વિમાન હાઈજેક કર્યું હતું. આ પછી તેને અફઘાનિસ્તાનના કંદહાર લઈ જવામાં આવ્યો. આ હાઇજેકિંગના બદલામાં ભારતે મસૂદ અઝહર, અહેમદ ઓમર સઈદ શેખ અને મુશ્તાક અહેમદ જેવા કુખ્યાત આતંકવાદીઓને મુક્ત કરવા પડ્યા જે પાછળથી માથાનો દુખાવો બન્યા.
સૌથી મોટું તાલીમ કેન્દ્ર પાકિસ્તાનના બાલાકોટમાં હતું
જૈશ-એ-મોહમ્મદનું સૌથી મોટું તાલીમ કેન્દ્ર પાકિસ્તાનના બાલાકોટમાં હતું.અહીં આતંકવાદીઓની ભરતી કર્યા પછી તાલીમ આપવામાં આવતી હતી.તેમને ફિદાયીન બનાવવામાં આવ્યા હતા અને POJK દ્વારા કાશ્મીરમાં ઘુસણખોરી કરવામાં આવી હતી. યુસુફ અઝહર આ કેન્દ્રનો વડો હતો. પરંતુ 7 મેના રોજ ભારતીય સેનાના મિસાઇલ હુમલામાં આ કેન્દ્રનો નાશ થયો. અહીં અનેક આતંકવાદીઓ માર્યા ગયા.આમાં યુસુફનો પણ સમાવેશ થતો હતો. તેના મોતને ભારત વિરુદ્ધ કરવામાં આવી રહેલી આતંકવાદી પ્રવૃત્તિઓ માટે મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. આ પહેલા પણ ભારતીય સેનાએ યુસુફ અઝહરને મારવાનો પ્રયાસ કર્યો હતો.
2000માં યુસુફ અઝહર વિરુદ્ધ ઇન્ટરપોલ રેડ કોર્નર નોટિસ
14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં 40 સીઆરપીએફ જવાનો શહીદ થયા હતા. આ હુમલા માટે જૈશ-એ-મોહમ્મદના બાલાકોટ તાલીમ શિબિરમાંથી તાલીમ પામેલા આતંકવાદીઓ આવ્યા હતા. તે સમયે અઝહરે જ તે આતંકવાદીઓને તાલીમ આપી હતી. ભારતે 26 ફેબ્રુઆરી 2019 ના રોજ બાલાકોટમાં એક મોટો હવાઈ હુમલો કર્યો. ભારતીય વાયુસેનાનું મુખ્ય લક્ષ્ય અઝહર હતું, પરંતુ તે સમયે તે બચી ગયો હતો. આ હવાઈ હુમલામાં ઘણા જૈશ આતંકવાદીઓ માર્યા ગયા.ભારતની વિનંતી પર 2000માં યુસુફ અઝહર વિરુદ્ધ ઇન્ટરપોલ રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી.
ઓપરેશન સિંદૂરે પાકિસ્તાનની કમર તોડી નાખી
ભારતે ઘણી વખત તેના પ્રત્યાર્પણની માંગ કરી હતી પરંતુ પાકિસ્તાને તેને પોતાની સુરક્ષા હેઠળ છુપાવી રાખ્યો હતો.પરંતુ ભારતે તેને તેના ઘરમાં ઘૂસીને મારી નાખ્યો.ઓપરેશન સિંદૂરે પાકિસ્તાનની કમર તોડી નાખી છે. તેના ઘણા લશ્કરી થાણા અને એરબેઝનો નાશ કરવામાં આવ્યો છે.હાલમાં બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ છે પરંતુ પાકિસ્તાને શનિવારે તેનું ઉલ્લંઘન કર્યું. ભારત તરફથી કહેવામાં આવ્યું હતું કે, જો પાકિસ્તાન દ્વારા ફરીથી યુદ્ધ વિરામનું ઉલ્લંઘન થશે તો જબરદસ્ત જવાબ આપવામાં આવશે