પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફના નિવેદનથી શહબાઝ શરીફ સરકારનું જુઠ્ઠાણું સમગ્ર દુનિયા સામે આવ્યુ છે. ખ્વાજા આસિફ પાસેથી જ્યારે ભારતાના રાફેલ તોડી પાડવાના પુરાવા માંગવામાં આવ્યા ત્યારે તેઓએ કહ્યુ કે, આ પુરાવા સોશિયલ મીડિયા પર છે. ત્યારે પત્રકાર પણ હેરાન રહી ગયા રક્ષામંત્રી આવો બેજવાબદાર જવાબ કેવી રીતે આપી શકે છે. હવે આ જવાબ બાદ પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો છે.
શું કહ્યુ રક્ષામંત્રી ખ્વાજા આસિફે?
રક્ષામંત્રી ખ્વાજા આસિફે ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે, 6-7 મેના રોજ ભારતે પાકિસ્તાનના 9 સ્થળે હવાઇ હુમલો કર્યો હતો. આ સ્થળ આતંકીઓના ઠેકાણા હતા. ભારતે “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાનમાં આતંકીના ઠેકાણા પર 24 મિસાઇલ હુમલા કર્યા હતા. ભારતના આ પ્રહાર બાદ પાકિસ્તાને પોતાની હાર છુપાવવા માટે જુઠ્ઠાણું ફેલાવવાનું નક્કી કર્યુ હતુ. પાડોશી દેશે જણાવ્યુ હતુ કે, તેણે ભારતના 5 મિસાઇલ તોડી પાડ્યા છે.
પુરાવા સોશિયલ મીડિયા પરઃ રક્ષામંત્રી
આ તમામની વચ્ચે એન્કરે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફને મિસાઇલ તોડી પાડવાના પુરાવા અંગે સવાલ કર્યો હતો. તો તેણે જણાવ્યુ હતુ કે, આ તમામ પુરાવા સોશિયલ મીડિયા પર છે. આ માત્ર પાકિસ્તાનમાં જ નહી ભારતના સોશિયલ મીડિયા પર પણ જોઇ શકાય છે. આ તમામ મિસાઇલ તોડી પાડ્યા બાદ ભારતના વિસ્તારમાં પડ્યા હતા. તો આ તરફ, એન્કરે જણાવ્યુ હતુ કે, જ્યારે પણ પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફને મિસાઇલ તોડી પાડવાના પુરાવા અંગે પૂછવામાં આવતુ હતુ ત્યારે તેઓ હાંફી જતા હતા અને તેમની પાસે કોઇ જવાબ ન હતો.


