ભારતના ઓપરેશન સિંદૂર (Operation Sindoor)ની દુનિયાભરમાં પ્રસંશા થઈ રહી છે. ભારતના ઓપરેશન સિંદૂરની વિશ્વમાં નોંધ લેવાઈ રહી છે. અમેરિકાના એક યુદ્ધ નિષ્ણાતે જણાવ્યું કે આતંકવાદ સામે ભારતની આ સટીક કાર્યવાહી છે. ઓપરેશન સિંદૂર હેઠળ ભારત સ્પષ્ટપણે સંદેશ આપવામાં સફળ રહ્યું છે. ભારતે પોતાની સૈન્ય શક્તિ અને આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવતા પાકિસ્તાને બરાબરનો પાઠ ભણાવ્યો છે. પાકિસ્તાનની અંદર ગમે ત્યાં અને ગમે ત્યારે પોતાના નિર્ધારિત લક્ષ્યોને નિશાન બનાવતા ભારતે દુનિયાને સાબિતી આપી છે કે તે ફક્ત શાંતિની વાતો નથી કરતાં પરંતુ જરૂરત પડે ત્યારે શસ્ત્ર પણ ઉઠાવે છે. ભારત આર્થિક અને સૈન્ય એમ તમામ રીતે મહાસત્તા બનાવવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે.
આતંકવાદ સામેની લડાઈમાં વળાંક
અમેરિકન યુદ્ધ નિષ્ણાતે કહ્યું કે ઓપરેશન સિંદૂર ભારતની આતંકવાદ સામેની લડાઈમાં આ એક નવો વળાંક છે. ઓપરેશન સિંદૂર માત્ર તેના વ્યૂહાત્મક ઉદ્દેશ્યો જ પૂર્ણ કરતું નથી, પરંતુ તેનાથી આગળ વધીને રાષ્ટ્રીય સુરક્ષાના નવા સિદ્ધાંતનો પણ પ્રારંભ કરે છે.વધુમાં તેમણે કહ્યું કે આ લશ્કરી કાર્યવાહી દરમિયાન, ભારત આક્રમક અને રક્ષણાત્મક ક્ષમતાઓમાં ટોચ પર હતું. જણાવી દઈએ કે આ અમેરિકન યુદ્ધ નિષ્ણાતે એક મીડિયા સાથે ભારતના ઓપરેશન સિંદૂરને લઈને પ્રતિક્રિયા આપતા આ વાત જણાવી હતી. આ યુદ્ધ નિષ્ણાત જેઓ યુએસ આર્મીના ભૂતપૂર્વ કર્નલ અને આધુનિક યુદ્ધ ક્ષેત્રના વિશ્વના અગ્રણી નિષ્ણાતોમાંના એક છે. તેમનું નામ જોન સ્પેન્સરે છે.
લશ્કરના સૈનિકો માટે એક કેસ સ્ટડી બનશે
યુદ્ધ નિષ્ણાત જોન સ્પેન્સરે કહ્યું કે ભારતના ઓપરેશન સિંદૂર લશ્કરના સૈનિકો માટે એક કેસ સ્ટડી બનશે. એટલે કે લશ્કરી યુદ્ધના વિદ્યાર્થીઓ માટે આતંકવાદ પ્રત્યે દેશનો પ્રતિભાવ કેવો હોવો જોઈએ તેના ઉદાહરણ તરીકે ઓપરેશન સિંદૂરનો અભ્યાસ કરશે. આ ઓપરેશન એક ઉદાહરણ છે જે આતંકવાદથી પીડિત અન્ય દેશોને પ્રેરણા આપશે અને તેઓ પણ તેને પોતાના પ્રતિભાવ તરીકે અપનાવી શકે છે. આ યુદ્ધ નિષ્ણાત જોન સ્પેન્સરે ઓપરેશન સિંદૂર અને ભારતની સંરક્ષણ પ્રણાલીની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે પાકિસ્તાન સહિત આતંકવાદને સમર્થન આપતા અન્ય દેશોને પણ વિશ્વ સમક્ષ ખુલ્લા પાડવાની જરૂર છે. તો જ દુનિયામાંથી આતંકવાદ ખતમ થઈ શકશે. યુદ્ધ નિષ્ણાતની ઓપરેશન સિંદૂર કેસ સ્ટડી બનશે તે વાતને લઈને ભારતીયોને જરૂર ગૌરવ થશે.
ભારતની ત્રણેય સેનાની કરી પ્રશંસા
આ ઉપરાંત સ્પેન્સરે મેસેજિંગ અને માહિતીના મોરચે પણ ભારતની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે ભારતની ત્રણેય સેનાઓએ પાયાવિહોણા દાવા કરવાને બદલે પોતાના દાવાઓને સાબિત કરવા માટે સેટેલાઇટ છબીઓ અને ડેટા રજૂ કર્યા. આખરે પાકિસ્તાન સામે ભારતના સફળ અભિયાનનું સત્ય બહાર આવ્યું. ફક્ત ચાર દિવસના યુદ્ધમાં ભારતે પાકિસ્તાનના અનેક એરબેઝ પર હુમલો કરીને પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું. સ્પેન્સરે કહ્યું કે આ લશ્કરી કાર્યવાહી દ્વારા ભારતે માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ ચીનની લશ્કરી તૈયારીઓનો પણ પર્દાફાશ કર્યો છે. ચીનની હવાઈ સંરક્ષણ પ્રણાલી નબળી ગુણવત્તાની સાબિત થઈ. ચીની મિસાઇલો અને લડાકુ વિમાનો ભારતીય સિસ્ટમો કરતાં હલકી ગુણવત્તાવાળા સાબિત થયા.પાકિસ્તાનની મેડ ઇન ચાઇના એર ડિફેન્સ સિસ્ટમની દુનિયાભરમાં ફજેતી થઈ.
નફફ્ટ પાકિસ્તાન નહીં સુધરે ચૂકવશે કિમંત
જોન સ્પેન્સરે કહ્યું કે ઓપરેશન સિંદૂર માટે પાકિસ્તાનને ભારે કિંમત ચૂકવવી પડી. જ્યારે આ ભારત તરફથી એક કડક સંદેશ હતો કે પાકિસ્તાની સેનાએ આતંકવાદને ટેકો આપવાની કિંમત ચૂકવવી પડશે. જો કે નફફ્ટ પાકિસ્તાન કયારે પણ સુધરશે નહીં એવું લાગે છે.પરંતુ ભારત તરફ આંખ ઉંચી કરતા પહેલા જરૂર ડરશે. પાકિસ્તાન ભવિષ્યમાં પણ આતંકવાદને સમર્થન આપતું રહેશે, પરંતુ ભારતમાં કોઈપણ આતંકવાદી હુમલો કરતા પહેલા, તેને હવે તેના સંભવિત પરિણામો વિશે વિચારવાની ફરજ પડશે.