- સરકાર દ્વારા 73 કરોડ રૂપિયાની ફળવણી કરાઈ
- કામગીરી અંતર્ગત હાલ તો પાઇપોના ઢગલાં કરવામાં આવી રહ્યા છે
- નસવાડી તાલુકામાં હાલમાં આવા પાઈપલાઈનના ઢગલા જોવાય છે.
નસવાડી તાલુકા ના પોચમ્બા પાણીપુરવઠા યોજનામાં અત્યાર સુધી 123 ગામોને ફ્લ્ટિર વાળું પાણી પાણીપુરવઠા વિભાગ દ્વારા પૂરું પાડવામાં આવે છે આ યોજનામાં નવા 26 ગામોને ફ્લ્ટિર વાળું પાણી પૂરું પાડવા માટે 73 કરોડ રૂપિયા મંજુર કરાતા હાલ પાણીપુરવઠા વિભાગે તેની કામગીરી શરુ કરી છે જયારે મોટી સંખ્યા માં પાઇપ લાઈન નાખવામાટે પાઇપો ના ઢગલા અલગ અલગ ગામોમાં કરવામા આવ્યા છે જયારે હાલ કામગીરી ચાલુ છે પરંતુ વરસાદ ની ઋતુને બે માસનો સમય બાકી છે અને કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે તો ઉનાળા ના સમય માં ખેતરો ની સફઈ થઇ ગયેલ છે તેવા સમયે પાઇપ લાઈન નાખવાની ઝડપથી કરાવવામાં આવે તો 26 ગામો માં કામગીરી થાય તેમ છે પરંતુ અધિકારીઓ આ કામગીરી ઉપર નિરીક્ષણ રાખવા માટે આવતા નથી અને હાલ પાઇપ લાઈન નાખવાની કામગીરી માં લેવલ લઈને કામગીરી કરવામાં આવે તો પાઇપ ઉંચી નીચી ના રહે તેમજ ગામ ના સંપ સુધી કેટલા લેવલ માં પાઇપ ઊંડી કરી ને લઇ જવી તેની ચકાસણી કરવામાં આવતી નથી આડેધડ પાઇપ લાઈન નાખવામાં આવશે તો અગાઉ પોચમ્બા પાણીપુરવઠા યોજનામાં 123 ગામ ની યોજનામાં આજે પણ અમુક ગામોને પાણી મળતું નથી ગામે ગામ સંપ તૈયાર છે પરંતુ પાઇપ લાઈન ની કામગીરી ખામી વાળી હોવાથી પાણી પહોંચતું નથી આવી અનેક ગામો માં સમસ્યા છે પોચમ્બા પાણી પુરવઠા યોજના ના અધિકારીઓ ને સરપંચો અને ગ્રામજનો એ વારંવાર રજૂઆત પોચમ્બા પાણીપુરવઠા નું પાણી મળતું નથી તેની રજૂઆત કરવા છતાંય અધિકારીઓ સાંભળતા નથી જયારે અગાઉ 123 ગામો માં જે પાણી છોડવામાં આવતું હતું તેમાં વધારો કરવામાં આવ્યો છે અને હવે વધુ પ્રેશરથી પાણી છોડવામાં આવશે જયારે 10 વર્ષ ની કામગીરી ની વોરંટી અને મેન્ટેનન્સ પણ કોન્ટ્રાક્ટર ને કરવાનું રહેશે


