સાઇકલ ગજબની વસ્તુ છે! ગજવાને પરવડે..! એકવીસમી સદીના હપતા યુગમાં સાઇકલ જ એવું વાહન છે જે હજુ પણ હપતે-હપતે નથી મળતું! રોકડે જ લેવી પડે! સાઇકલ મિડલકલાસનો ક્રેડિટ સ્કોર ક્યારેય નથી બગાડતું!
હા..ચેઇન ઊતરી જાય ત્યારે હાથ અને પેન્ટની બાંય ચોક્કસ બગાડે છે! બાંય ભલે બગડતી પણ નિયમિત સાઇકલ ચલાવનારના હાર્ટનો કાર્ડિયોગ્રામ ક્યારેય બગડતો નથી!
કાર્ડિયોગ્રામ એ દિલનું છાપકામ છે! સાઇકલ એ છાપકામ સુધારી દે છે! આમ તો આપણા દિલ ઉપર છાપકામ થઈ શકતું નથી! હા..દિલના વિષયને લઈને ડોક્ટરો છાપકામ જરૂર કરે છે!
દિલના વિષયને લઈને સૌથી વધારે છાપકામ યશ ચોપરાજીએ કર્યું છે! સમાજનો નોન-ફ્લ્મિી વર્ગ સતત એવું માનતો આવ્યો છે કે ફ્લ્મિની ઊંડી છાપ દિલ ઉપર પડતી હોય છે! જો કે આજ સુધી એકપણ કાર્ડિયોગ્રામમાં આ ઊંડી છાપ કઈ ફ્લ્મિની છે એ છાપ છપાઈને આવી નથી! ધારો કે આવે તો..ટોટલ ફ્લ્મિી કાર્ડિયોગ્રામ નીકળે!! જેમાં લીટીઓ નહીં પણ પેશન્ટના હૈયામાંથી સીધેસીધા ફ્લ્મિના પોસ્ટર જ છપાઈને નીકળે!
ગબ્બરનો કાર્ડિયોગ્રામ કાઢો તો મશીનમાંથી ‘શોલે’ ફ્લ્મિનું પોસ્ટર નીકળે અને ઠાકુરનો કાર્ડિયોગ્રામ કાઢો તો ‘આંધી’ ફ્લ્મિનું બેન્ડ થયેલું પોસ્ટર બહાર આવે! અબ્દુલચાચાના કાર્ડિયાક રિપોર્ટમાં ‘માસૂમ’ ફ્લ્મિનું પોસ્ટર નીકળે!
રામપુર ફ્લ્મિ સિટી વિલેજ આવી જ ઊંડી ફ્લ્મિી છાપથી બનેલું ફ્લ્મિીગામ છે! આપણા બધાના દિલનું પણ થોડું ઘણું એવું જ હોય છે! દિલના ત્રણ ખાનામાંથી એકાદ ખાનામાં સપનાની ફ્લ્મિ જ ચાલતી અને વહેતી હોય છે! જીવનમાં ઊંડા ઊતરી જવું એના કરતાં ફ્લ્મિની અસરમાં ઊંડા ઊતરી જીવી નાખવામાં જલસા છે!
રામપુર ફ્લ્મિસિટી વિલેજમાં આજે બધાની નજર આકાશમાં હતી! ગામજનોએ ત્રીસ ફૂટથી ઉપર ક્યારેય નજર ફેરવી નહોતી! આજે બધાએ એમની ડોકીને નેવું ડિગ્રીએ આકાશ તરફ્ ગોઠવી હતી! રસ્તે જતા લોકો પણ સાઇકલ પકડીને આકાશ તરફ્ જોઈ રહ્યા હતા!
આકાશમાં સી-પ્લેન ઊડી રહ્યું હતું!
ઠાકુરે પચાસ વર્ષ જૂનું સી-પ્લેન ખરીદ્યું હતું!!
રામપુરમાં આપણને સાઇકલના વાંધા છે અને ઠાકુર તો સી-પ્લેન લઈ આવ્યા!’
‘સી..બની ગયા..!!’
‘ સી..એટલે?! બોલવામાં ધ્યાન રાખો!’
‘સી..એટલે દરિયો…!’
‘રામપુરમાં તો ધૂળ અને ઢેફં જ છે..દરિયો ક્યાંથી આવ્યો..?!’
‘એટલે જ તો કહું છું..સી..બની ગયા! ભાગો..! પચાસ વર્ષ જૂનું પ્લેન છે..! ઉપરથી ઊંધા માથે પડયું તો આપણી સાઇકલો ચગદાઈ ‘જશે..!!’
પ્લેનમાંથી વિરુએ મોઢું બહાર કાઢયું…!!
‘યું કી.. ગામવાલો…! આઈ એમ કમિટ સુસાઈડ…!!!’
‘અલ્યા..તારે અમારે જ માથે પડવાનું?!’
‘વો..બસંતી હૈ ના..ઉસસે મુઝે શાદી કરની હૈ…!!’
‘લગન માટે પ્લેન ના ખરીદાય! એ પણ પાછું પચાસ વર્ષ જૂનું..??!’
‘ઠાકુરે ચાંદલામાં આપ્યું છે!!’
‘તો વાંધો ક્યાં પડયો…!!’
‘અલ્યા..વાંધો પડવાનું છોડો અને ભાગો..નહીંતર પેલો વાંઢો વીરુ આપણા ઉપર પડશે..!!’
‘યે જો..બસંતી કી મૌસી હૈ ના…વો મના કર રહી હૈ… આઈ કમિટ સુસાઈડ..! ધેન બુઢિયા ગોઈંગ ટુ જેલ…!!’
‘પચાસ વર્ષ જૂનું પ્લેન આપણા ઉપર પડયું તો આપણે હોસ્પિટલ જવું પડશે..! સાઇકલ ભગાવો..!!’
ત્યાં જ બસંતી એનો ટાંગો લઈને આવી!
‘દેખને વાલી બાત યે હૈ કી.. યે વિરુ કયા ઉડા રહા હૈ…??!’
‘સી-પ્લેન…!!’
‘મતલબ…!!’
‘તેણી માટે પ્લેન ઉડાડો..!! એને સી-પ્લેન કહેવાય…!!’
‘આ તેણી એટલે કોણ..?!’
‘બસંતી…..!!’
‘રામપુરમાં અફ્રાતફ્રી થઈ ગઈ! ઠાકુર એમની હવેલીમાંથી તમાશો જોઈ રહ્યા હતા! જય એમની સામે જોઈ રહ્યો હતો! ઠાકુરે દાંત કચકચાવ્યા… અને જયને કીધું..
‘જય…મેં આ સી-પ્લેન ગબ્બરનો અડ્ડો ઉડાડવા આપ્યું હતું..!!’
‘યે બેવકૂફ્ને તો…દિલના અડ્ડા માટે ઉડાડયું!’
‘તમે..યાર..ઠાકુર…! સાઇકલના માણસને ઉડનખટોલા આપી દો તો એવું જ થાય ને…!!’
‘હવે શું થશે….?!’ ‘ક્રેશ થશે…..!!’
‘કેમ..?! પેટ્રોલ નથી…!!’
‘રામપુરમાં દરિયો જ નથી…! હાઉ ટુ લેન્ડ…?!’
‘ભલે દરિયો નથી..પણ રામપુરવાસીઓ દરિયાદિલ છે..! હવે દરેક દરિયાદિલ ઉપર..સી-પ્લેન લેન્ડ થશે…!’
‘ડોબાઓ.. એને લેન્ડ નહીં પણ ક્રેશ થયું કહેવાય!!’
‘ક્રેશ નહીં થાય…! આ સી-પ્લેનથી કેશ વધશે!!’
‘એ કેવી રીતે…?!’
‘સ્ટેશન ઉપર લેવા-મૂકવા જવામાં..ઓફ્સિે આવવા-જવામાં આ પ્લેન વપરાશે..એનું રિટર્ન ભાડું…ટેક્સ સાથે 4800 પૂરા!!’
‘અરે…ઓ બસંતી તું ઠાકુર કો સમજાતી કયૂં નહીં….! આટલું બધું ભાડું ન રખાય..! આટલો તો રામપુરમાં કોઈનો પગાર પણ નથી!’
‘પગભર થાવ…!!’
‘ભાગાભાગીમાં પગ ભરાઈ આવ્યા છે! વળી તમે અમને લોકોને મજૂરી કરાવો છો પણ સ્ટાન્ડર્ડ પગાર ભરતા નથી! પચાસ વર્ષ જૂનું ‘પ્લેન લઈ આવ્યા…! પ્લેન પડયું તો..પગાર સાથે પગપંખેરુ ઊડી જશે…!!’
‘એને…પી-પ્લેન કહેવાય….!!!!’
‘કેમ..પી-પ્લેન કહેવાય????!!’
‘સીથી ઊડે એને સીપ્લેન કહેવાય..તો જો પગપંખેરુ ઊડે તો એને પી-પ્લેન જ કહેવાય ને..!!’
‘રામપુરમાં દરિયો જ નથી તો પ્લેન લાવ્યા શું કામ…??!’
‘યાં તો કાગજ કે ફૂલના ગુરુદત્તજી પધાર્યા..! અને જવાબમાં ગીત ગાયું…!
બેઠો સભી બારી બારી……
‘બીછડે સભી બારી..બારી….!!!!’
‘ના..હું બારીમાં નહીં બેસું…!!’
‘અને હું…પેરાશૂટ વગર બીછડીશ નહીં…!!’
‘ઠીક છે…આપણે બારી-બારી ..બારીમાં બેસીશું…અને પછી એ જ બારીમાંથી પેરાશૂટ વળે બીછડીશું..બારી બારી…!!’
‘4800 રૂપિયા ક્યાંથી લાવીશું…??!!’
‘સાઇકલ વેચી દો….!!’
‘જૂની છે..એના..ચારસો ન આવે!’
‘તો જૂના પ્લેનમાં બારી ઉપર બેસવા માત્રના આટલા બધા કેમ રાખ્યા છે!!’
‘જૂનું ભૂલી..જાવ..નવો ભાવ અપનાવો..!!’
‘ઠાકુરને પૂછો…! પચાસ વર્ષ જૂનું પ્લેન કેમ લીધું??!’
પરથી જવાબ આવ્યો..!
‘સુસાઈડ કરવા!!’
પ્લેન નીચે આવવા લાગ્યું! ઠાકુરે હવેલીમાંથી જવાબ આપ્યો!
‘ગભરાવ નહીં.. એ નહીં પડે..! પ્લેનને જૂનું છે એવું નહીં કહેવાનું..!’
‘…અમને પડયા પછી ઊંચકી જશે..પછી શું કહેવાનું?!’
‘રામ બોલો ભઈ રામ..!’
‘નહીં..ઈઈઈઈ! આ પ્લેનને અનુભવી કહેવાનું..!! આ પ્લેનને પચાસ વર્ષનો અનુભવ છે! પચાસ વર્ષ પછી જ પરિપક્વતા આવે..!!’
‘પરિપક્વતા એટલે શું?!’
‘પચાસ વર્ષે જે પ્લેન પરીની જેમ ઈડે..એને પરી-પક્વ પ્લેન કહેવાય…!!’
‘રામપુર સાઇકલ લઈ આમતેમ ભાગતું રહ્યું અને બસંતી બોલી.! ‘દેખને વાલી બાત યે હૈ કી.. વીમો-પાકી ન જાય તો સારું..! ‘ચલ..ધન્નો..ભાગ..બસંતી કી જાન ખતરે મેં હૈ…!!’
‘બુધિયો બોલ્યો! આને કહેવાય..’કાગઝ કે ભૂલ!’ રેકોર્ડ વાગી…’બીછડે સભી બારી..બારી…!!!’


