સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં મોડી રાત્રે અમદાવાદ નાર્કોટિક્સ ટીમે દરોડા પાડીને ગેરકાયદેસર અફીણ અને ગાંજાના ઉત્પાદનની એક ફેક્ટરી ઝડપી પાડી છે. નાર્કોટિક્સ ટીમે બાતમીના આધારે લાલગેટ વિસ્તારમાં આવેલી યુસુફ બિલ્ડીંગના પાંચમા માળે છાપો માર્યો હતો. દરોડા દરમિયાન, પોલીસે ફેક્ટરીમાંથી મોટી માત્રામાં અફીણ અને ગાંજાનો જથ્થો તેમજ તેના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
નાર્કોટિક્સ ટીમનું મોટું ઓપરેશન
આ રેડ દરમિયાન નાર્કોટિક્સ ટીમે ફેક્ટરી ચલાવતા એક આરોપીને પણ ઝડપી પાડ્યો છે. પોલીસે જપ્ત કરાયેલા મુદ્દામાલ અને આરોપીની પૂછપરછના આધારે આ ડ્રગ્સ ક્યાંથી આવતું હતું અને ક્યાં સપ્લાય થતું હતું, તેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. સુરતના રહેણાંક વિસ્તારમાં આ પ્રકારે ડ્રગ્સની ફેક્ટરી ઝડપાતા ચકચાર મચી ગઈ છે.
આ પણ વાંચો : Rajkot માં પાટીદાર સમાજના બે દિગ્ગજો એક મંચ પર, જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે સમાધાનની ચર્ચા


