- સફેદ સિંહ મુખ્યત્વે આફ્રિકામાં જોવા મળતા હોય છે
- ઉરાંગ ઉટાંગ ઇન્ડોનેશિયા, મલેશિયામાં જોવા મળે
- જેગુઆર દક્ષિણ અમેરિકામાં જોવા મળતું પ્રાણી
સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU)ના જંગલ સફારી પાર્કમાં 3 નવા મહેમાન આવ્યા છે. જેમાં ઉરાંગ ઉટાંગ, સફેદ સિંહ અને જેગુઆરનો સમાવેશ થયો છે. સફેદ સિંહ મુખ્યત્વે આફ્રિકામાં જોવા મળતા હોય છે. જેમાં હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU)ના જંગલ સફારી પાર્કમાં જોવા મળશે.
ઉરાંગ ઉટાંગ ઇન્ડોનેશિયા, મલેશિયામાં જોવા મળે છે
ઉરાંગ ઉટાંગ ઇન્ડોનેશિયા, મલેશિયામાં જોવા મળે છે તેમજ જેગુઆર દક્ષિણ અમેરિકામાં જોવા મળતું પ્રાણી છે. આ ત્રણેય પ્રાણીઓ હવે જંગલ સફારી પાર્કમાં જોવા મળશે. જંગલ સફારીમાં પહેલાથી જ તેમના રહેવા માટે વિશાળકાય રહેણાંક ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સફેદ સિંહ મુખ્યત્વે આફ્રિકામાં જોવા મળતા હોય છે જ્યારે ઉરાંગ ઉટાંગ ઇન્ડોનેશિયા અને મલેશિયામાં જોવા મળતા હોય છે. આ ત્રણેય પ્રાણીઓ હવે જંગલ સફારી પાર્ક એકતા નગર ખાતે પ્રવાસીઓને જોવા મળશે.

સાત કક્ષાઓમાં 375 એકર જમીનમાં જંગલ સફારી ફેલાયેલું
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નર્મદા નદીના કાંઠે 29 મીટરથી 180 મીટર સુધીની ઊંચાઇએ જુદી–જુદી સાત કક્ષાઓમાં 375 એકર જમીનમાં જંગલ સફારી ફેલાયેલું છે. આ પાર્ક આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એશિયા અને અમેરિકાની જુદી –જુદી 186 પ્રાણી સૃષ્ટિ પ્રજાતિઓનું ઘર છે. મુલાકાતીઓ ભારતની જોખમમાં મુકાયેલી પ્રજાતિઓ પણ જોઇ શકશે. જેમાં એશિયાટીક સિંહ, રોયલ બેન્ગાલ ટાઇગર અને ચિત્તાનો સમાવેશ થાય છે. સફારીનો રૂટ એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે જેથી મુલાકાતીઓ પ્રાણીઓની પ્રવૃત્તિઓ, પેટે સરકતા પ્રાણીઓ અને પક્ષીઓ નિહાળી શકે.

વિંધ્યાચળનો પર્વતીય વિસ્તાર અહીં પ્રાણીઓના નિવાસ માટે આદર્શ
જંગલ સફારી સાહસી રાઇડ છે જે વણખેડાયેલા રસ્તા અને આહલાદ્દક પ્રકૃતિનો આનંદ જાણવાની તક પૂરી પાડે છે. ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકા જેવા ખંડના પ્રાણીઓના નિવાસ માટે કલસ્ટર ઊભા કરવામાં આવ્યા છે. આ ઉદ્યાનની ખાસિયત છે કે, અહીં મુલાકાતીઓ જિલ્લા પર્યાવરણમાં પ્રાણીઓ જોઇ શકે છે અને જંગલ સફારી પ્રકારનો પ્રવાસ કર્યાની અસર ઊભી કરવામાં આવી છે. વિંધ્યાચળનો પર્વતીય વિસ્તાર અહીં પ્રાણીઓના નિવાસ માટે આદર્શ છે.


