નલીન એન્ટરપ્રાઇઝ, રાઇઝીંગ ઇન્ડીયા અને સ્વ. ગુણવંતરાય મહેતા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે તા.૨૮ એપ્રિલના રોજ યોજાશે કુકિંગ કોંટેસ્ટ
રસોઈ એટલે બહેનો જેમાં એક્સપર્ટ હોય છે આ ઉપરાંત રસોઈ દ્વારા જ બહેનો સમગ્ર પરિવારનું જઠરાગ્નિ તૃપ્ત કરે છે. પરિવારમાં બહેનો દરેક સભ્યોની પસંદગીની વાનગી બનાવતી હોય છે અને આમ તે રસોઈ બનાવવાની કળામાં માહેર થઈ જાય છે.પરિવાર માટે રોજ રસોઈ બનાવતી બહેનોને રસોઈ સ્પર્ધામાં ઇનામો આપી સન્માનિત કરવામાં આવે છે.આવી જ એક સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
નલીન એન્ટરપ્રાઇઝ, રાઇઝીંગ ઇન્ડીયા અને સ્વ. ગુણવંતરાય મહેતા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે તા.૨૮-૦૪-૨૦૨૪ ને રવિવારે બપોરે ૨:૦૦ કલાકેથી ગીતાંજલી હોલ, ભકિતનગર સર્કલ પાસે, ગીતા મંદિર સામે, રાજકોટ ખાતે કુકીંગ શો કુકીંગ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જેમાં ભાગ લેનાર દરેક વ્યકિતએ વાનગીઓ ઘરેથી બનાવીને લાવવાની રહેશે અને સ્થળ પર ફકત ગોઠવવાની રહેશે. આ સ્પર્ધા કુલ ચાર વિભાગમાં વહેંચાયેલી છે જેમાં એ ગ્રુપમાં ગરમ વાનગીઓ એટલે કે કાઠીયાવાડી, પંજાબી, ચાઇનીઝ વગેરે… બી ગ્રુપમાં ઠંડી વાનગીઓ જેમ કે કેક, મીઠાઇઓ, આઇસ્ક્રીમ, મીલ્ક શેઇક, થીક શેઇક, મોકટેલ વગેરે… સી ગ્રુપમાં સ્પોન્સર ચોઇસની વાનગીઓ રહેશ, ડી ગ્રુપમાં જૈન સ્પેશ્યલ, મિલેટ સ્પેશ્યલ, ફરાળી સ્પેશ્યલ, કે અન્ય કોઇપણ વાનગીઓ બનાવીને ભાગ લઇ શકાશે. જો ભાગ લેનારે સ્પોન્સર ચોઇસમાં ભાગ લીધો હશે તો તેમણે સ્પોન્સરની આઇટમનો ઉપયોગ કરી વાનગીઓ બનાવીને લાવવાની રહેશે સાથે સાથે સ્પોન્સરની પ્રોડકટ પણ ત્યાં બતાવવાની રહેશે. ભાગ લેનાર વ્યકિત એક કરતા વધુ ગુપમાં અને એક કરતા વધુ વાનગી બનાવીને ભાગ લઇ શકશે પરંતુ આ માટે અલગ અલગ ફોર્મ ભરવાના રહેશે. ભાગ લેનાર દરેક વ્યકિતએ સ્પર્ધા ના દિવસે ૧૫ મીનીટ પહેલા પોતાનું સ્થાન નિશ્ચીત કરી લેવાનું રહેશે. ડેકોરેશન, ટેસ્ટ, રેસીપી, પ્રશ્નજવાબ, ન્યુટ્રીશન વેલ્યુ આ પાંચ મુદ્દાના આધારે જજીસ પોતાનો નિર્ણય નકકી કરશે. સમગ્ર સ્પર્ધા માં આયોજકોનો નિર્ણય આખરી ગણવામાં આવશે
આ સંપૂર્ણ આયોજનમાં ધૈરવભાઈ શાહ, હર્ષિલભાઈ શાહ, દમયંતિબેન મહેતાની સાથે ટીમ મેમ્બર્સ ભૂમિકાબેન શાહ, ભાવિબેન મોદી, સોનલબેન શાહ, અનીતાબેન બાલવાણી, ભૂમિબેન અઘારા રીયાબેન લોલીયાણી, સાક્ષીબેન મોદી, સોનીબેન વખારીયા, પરાગભાઈ લોલારીયા, સ્વીભાઈ સુરાણી, પૂર્વિશભાઈ વડગામા વગેરે જહેમત ઉઠાવી રહયા છે. વધુ વિગત માટે મો. નં. ૯૮૨૫૧ ૫૮૪૮૫, ૦૨૮૧ રરર૩૨૦૭ ઉપર સંપર્ક કરી શકો છો.