ભારત વિકાસ પરિષદ, સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત દ્વારા લગ્ન ઉત્સવ 2024માં બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો
લગ્ન ગીતો લોક મુખે કરવાના પ્રયાસ રૂપે કાર્યક્રમનું આયોજન કરાયું
ભારત વિકાસ પરિષદ, સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત દ્વારા લગ્ન ઉત્સવ 2024 કાર્યક્રમનું રાજકોટ ફિલ્ડ માર્શલ વાડી ખાતે
સફળ આયોજન કરવામાં આવ્યું. આ લગ્નોત્સવમાં પ્રાંતની શાખા પરિવારની બહેનોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો. અને સંપૂર્ણ વંદેમાતરમ ગીત ગાયન સાથે કાર્યક્રમ નું ઉદ્ઘાટન દિપ પ્રાગટ્ય રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા એ કર્યું.
સ્પર્ધા સ્વરૂપે સંસ્કૃતિને જાળવવાના અવિરત પ્રયાસો ભારત વિકાસ પરિષદ કરતું આવ્યું છે. જેના અંતર્ગત વિસરતા જતા આપણાં લગ્નગીતોને લોકમુખે કરવાના પ્રયાસો માટે લગ્નગીત સ્પર્ધાનું દરેક શાખા સ્તરે અને ત્યારબાદ પ્રાંત સ્તરે શાખા પરિવારની બહેનોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ પ્રાંત સ્તરની સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે માણાવદર શાખા,દ્વિતીય ક્રમાંકે ઉપલેટા શાખા અને તૃતીય ક્રમાંકે સોમનાથ શાખાની ટીમો વિજેતા જાહેર થઈ. ઉપરાંત ભાગ લેનાર તમામ બહેનોને પ્રોત્સાહન ભેંટ આપવામાં આવી. આ તકે વિજેતા થનાર દરેક ટીમને અભિનંદન અને ભાગ લેનાર દરેક ટીમને પ્રાંત તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી. કાર્યક્રમ માં મહેમાન તરીકે મેયર નયનાબેન પેઢડીયા, કાંતાબેન કથીરીયા ,નયનાબેન મકવાણા અને ડૉ. વનિતાબેન રાઠોડ હાજર રહ્યા હતા .
તેમજ નિર્ણાયક તરીકે કલા જગત ઉપાસક રંજનબેન જાગાણી તેમજ ધનંજયભાઈ વ્યાસ એ સેવાઓ બજાવી હતી.
આ ઉત્સવને સફળ બનાવવા માટે પ્રાંત અધ્યક્ષ વિરલબેન પારેખ,મહાસચિવ ડો. જાગૃતિબેન ઠક્કર,મહિલા સંયોજીકા શ્વેતાબેન દક્ષિણી અને આયોજક રણછોડનગર, રાજકોટ શાખાના પ્રમુખ મુકુલભાઈ અકબરી ,સચિવ કાંતિભાઈ બગડા ,વિનોદભાઈ પેઢડિયા , સંગઠન મંત્રી ગૌતમભાઈ પટેલ ,ખજાનચી પ્રજેશભાઇ કાલરીયા ,વિપુલભાઈ રાયઠઠ્ઠા ,ગિરીબાપુ વગેરે સક્રિય રહ્યા હતા. કાર્યક્રમને અંતે રાષ્ટ્રગાન જન ગણ મન કરીને સૌ છૂટા પડ્યા હતા.
લગ્ન ગીતની ટીમ માં લગ્ન ગીત ઉત્સવ ને રણછોડ નગર શાખાની ટીમ ઉપરાંત નીલમબેન ભટ્ટ , ઉન્નતીબેન જાની, મયુરીબેન અકબરી, મીનાક્ષીબેન બગડા, અલ્પાબેન અરુણાબેન , સુરભીબેન આચાર્ય , બિંદુબેન દવે, ડોક્ટર ભક્તિબેન , કિરણબેન કેસરિયા , રાધાબેન પટેલ, તપનભાઈ લાડાણી, યશભાઈ જસાણી વગેરે જોડાયા હતા.