28 કેસો ડ્રોપ કરાયા : કલેક્ટર જોશીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય
રાજકોટ જિલ્લાની હદમાં આવતા વિસ્તારોમાં માથાભારે તત્વો દ્વારા નિર્દોષ લોકોની જગ્યા પર કબજો જમાવી, આ જગ્યા પચાવી પાડવામાં આવતી હતી. ત્યારબાદ સરકારના આદેશ મુજબ તમામ જિલ્લાઓમાં લેન્ડગ્રેબિંગ કમિટીની રચના કરવામાં આવી છે. ત્યારે બે દિવસ પૂર્વે રાજકોટ ખાતે આ લેન્ડગ્રેબીંગ કમિટીની બેઠક મળી હતી. જે બેઠકમાં 47 કેસો મૂકવામાં આવ્યા હતા.જે તમામ કેસો પર અભ્યાસ કર્યા બાદ 3 કેસોમાં એફઆઇઆર દાખલ કરવાનો નિર્ણય લેવાયો હતો. આમ કલેક્ટર પ્રભાવ જોશીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં લેન્ડગ્રેબિંગને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.
રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં દર માસની જેમ જુલાઈ માસમાં પણ બે દિવસ પૂર્વે લેન્ડગ્રેબિંગ કમિટીની બેઠક મળી હતી આ વખતે લેન્ડ ગ્રેબિંગને અનુલક્ષીને ૪૭ કેસો પર કમિટી મેમ્બર્સ દ્વારા કેસ સ્ટડી કરાયા બાદ ૩ કેસમાં એફ.આઈ.આર. નોંધવા નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યારે ૨૮ જેટલા કેસ ડ્રોપ કરવામાં આવેલા છે. અન્ય ૧૬ કેસમાં સમાધાન થયેલ છે. આમ આ બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારી, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.