- અમેરિકામાં એક પછી એક કંપનીમાં છટણીઓ શરૂ
- જાયન્ટ હોય કે સામાન્ય કંપનીમાં કર્મચારીઓની છટણી
- વૈશ્વિક મંદી, કોરોના કારણભૂત હોવાનો દાવો
નવા વર્ષની શરૂઆત સાથે જ ટૅક કંપનીઓમાં કામ કરતા લોકોની નોકરી દાવ પર લાગી ગઈ છે. ગૂગલ બાદ હવે એપલે પણ મોટા પાયે ફેરફાર કરવાની યોજના બનાવી છે, જેની અસર કર્મચારીઓની નોકરી પર પડશે. મળતી માહિતી અનુસાર એપલે સિરી માટે કામ કરતી AI ટીમને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આવી સ્થિતિમાં તેમાં કામ કરતા કર્મચારીઓ પર છટણીની તલવાર લટકી રહી છે. હાલમાં આ ટીમમાં 121 કર્મચારીઓ કામ કરી રહ્યા છે. કંપનીએ સાન ડિએગો ટીમને ટેક્સાસ ટીમ સાથે મર્જ કરવાનો આદેશ આપ્યો છે.
એપલે કર્મચારીઓને ડેડલાઈન આપી
સેન ડિએગો સ્થિત AI ટીમને બંધ કરવાના નિર્ણય બાદ એપલે કર્મચારીઓને ઓસ્ટિન જવાનો વિકલ્પ આપ્યો છે. જો કર્મચારીઓ આમ કરવાનો ઇનકાર કરશે તો કંપની તેમને નોકરીમાંથી કાઢી મૂકશે. આ માટે કર્મચારીઓને ફેબ્રુઆરી 2024 સુધીનો સમય આપવામાં આવ્યો છે. જે લોકો સ્થળાંતર માટે ઇન્કાર કરશે તેમને 26 એપ્રિલ પછી કંપનીમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવશે. અમેરિકા ઉપરાંત આ AI ટીમની ઓફિસ ભારત, ચીન, સ્પેન, આયર્લેન્ડ અને સ્પેનમાં પણ છે.
એપલે આ વાત કહી
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, આ વિશે માહિતી આપતાં Appleએ કહ્યું છે કે કંપનીએ ડેટા ઓપરેશન ટીમને સ્થાનાંતરણ વિશે જાણ કરી છે. દરેકને ઑસ્ટિનમાં સ્થળાંતર કરવા માટે કહેવામાં આવ્યું છે,
જ્યાં આ ટીમના મોટાભાગના સભ્યો પહેલેથી જ કામ કરી રહ્યા છે. કંપનીના આ નિર્ણયને કારણે એવી આશંકા છે કે આવનારા સમયમાં ઘણા કર્મચારીઓ કંપની છોડી શકે છે. સપ્ટેમ્બર 2023 સુધીમાં, Appleમાં કામ કરતા કર્મચારીઓની કુલ સંખ્યા 161,000 હતી. કંપનીએ દાવો કર્યો છે કે પ્રતિકૂળ સંજોગો હોવા છતાં, તેણે ઘણી ઓછી છટણી કરી છે.


