- કાર ચાલકે એક કાર અને બે બાઈકને પહોંચાડયું નુકસાન
- ફૂલસ્પીડે કાર હંકારી સર્જ્યો અકસ્માત,લોકોમાં નાસભાગ મચી
- સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહીં
રાજકોટના સુભાષનગર રોડ પર આજે તથ્યવાળી થતા રહી ગઈ હતી.કાર ચાલકે પંચર હતુ તેમ છત્તા બેદરકારી રીતે કાર હંકારી વાહનોને અડફેટે લીધા અને લોકોના જીવને જોખમમાં મૂકયા હતા,ચુડાસમાં પ્લોટ વિસ્તારમાં આ ઘટના બની હતી,પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર ચાલકની અટકાયત કરી હતી અને વધુ તપાસ હાથધરી હતી.
પાર્કિંગમાં પડેલા 3 વાહનોને લીધા અડફેટે
રાજકોટમાં કાર ચાલકે આજે ગફલતભરી રીતે કાર હંકારી લોકોના જીવ તાળવે ચોંટાડયા હતા.કાર એટલી સ્પીડમાં હતી કે,તેણે વાહનોને પણ નુકસાન પહોંચાડયુ હતુ.સ્થાનિકોનો આક્ષેપ છે કે,જો કાર એટલી સ્પીડમાં હતી કે જો કોઈ વ્યકિતને અડફેટે લીધા હોત તો તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતુ.પોલીસે પણ સીસીટીવી મેળવી કાર ચાલકની પૂછપરછ કરી છે.કારમાં પંચર હતુ તેમ છત્તા કાર ચલાવવામાં આવતી હતી.
ગોંડલમાં કાર અકસ્માતમાં બે ના મોત
રાજ્યમાં સતત ગમખ્વાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે, ત્યારે રાજકોટમાં વધુ એક ગંભીર અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. રાજકોટના ગોંડલના ઘોઘાવદર ગામ નજીક અકસ્માતની ઘટનના બની છે, જેમાં બે લોકોનાં મોત નીપજ્યાં છે. બે કાર સામ-સામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો.જસદણ તરફથી આવતી ઇનોવા કાર અને ટ્રાઈબર કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ઈનોવા કારમાં સવાર 5 લોકોમાંથી ડ્રાઈવર, મહિલા સહિત 2નાં મોત થયા છે.



