પાદરા તાલુકાના કરખડી ગામની સીમમાં આવેલ અમી લાઇફ સાયન્સ કંપનીમાંથી રૂા.74.22 લાખની ચોરીના ગુનામાં વડુ પોલીસે નવ આરોપીઓની ઝડપી લીધાં હતાં.
પાદરા તાલુકાના કરખડી ગામની સીમમાં આવેલી અમી લાઇફ સાયન્સ કંપનીમાંથી રૂા.74.22 લાખની કિંમતના 20 કિલો કેટાલિસ્ટ પાવડરની ચોરી થઈ હતી. જે બાદ વડુ પોલીસે તાબાના અધિકારીઓ સાથે અલગ-અલગ ટીમો બનાવી હતી. પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને જિલ્લા ઉપરાંત મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ સુધી તપાસ કરી હતી. આ અંગે વડુ પીઆઇ જે.પી.ગઢવીએ જણાવ્યું હતું કે, પકડાયેલા નવ પૈકી કેટલાક આરોપી અગાઉ લેબર તરીકે કંપનીમાં કામ કરતા હતાં. ચોરી કરેલા પાવડર પૈકી કેટલોક માલ વગે કરાયો હતો. પોલીસે રૂા.8.05 લાખની કિંમતનો 15,500 કિલો કેટાલિસ્ટ પાઉડર રિકરવ કર્યો હતો. આરોપીઓ તા.28મી સુધીના રિમાન્ડ પર છે. આ ગુનામાં હજુ બે આરોપીને પકડવાના બાકી છે.
પકડાયેલા 9 આરોપીઓના નામ
1. રાહુલ સુરેન્દ્ર રાજપુત, ઉ.વ. 23 – મૂળ. રજોની, જી. મહોબા (ઉ.પ્ર.), 2. વિપીન રમાપતિ રાજપુત, ઉ.વ. 19 – મૂળ. અટકોહા, જી. છત્તરપુર(મ.પ્ર.), 3. અરવિંદ સુરેન્દ્ર રાજપુત, ઉ.વ. 23 – મૂળ. ભરવાળા, જી. મહોબા (ઉ.પ્ર.), 4. અજેન્દ્ર રામદાસ રાજપુત, ઉ.વ. 21 – મૂળ. ભરવાળા, જી. મહોબા(ઉ.પ્ર.), 5. ઉમેશકુમાર જેસિંગ રાજપુત, ઉ.વ. 30 – મૂળ. મહુવા એટોરા, જી. મહોબા (ઉ.પ્ર.), 6. રમાકાન્ત રાકેશ રાજપુત, ઉ.વ. 19 – મૂળ. ધમના, જી. હમીરપુર (ઉ.પ્ર.), 7. સંતોષ રામલાલ ચૌધરી, ઉ.વ. 32 – મૂળ. સાહેબગંજ (ઝારખંડ), 8. પ્રદીપ નરપતસિંહ રાજપુત, ઉ.વ. 29 – મૂળ. મહુવા ઇટોરા, જી. મહોબા (ઉ.પ્ર.), 9. દેવેન્દ્ર સુરેન્દ્ર રાજપુત, ઉ.વ. 26 – મૂળ. ભરવાળા, જી. મહોબા (ઉ.પ્ર.) નો સમાવેશ થાય છે.


