- ઢોલ અને નગારા સાથે ડોર ટૂ ડોર વેરાનું કલેક્શન કરાશે
- બાકી કરવેરા વસૂલાત માટે કડક હાથે પગલાં ભરાયા
- પાદરા ન્પાલિકા દ્વારા વસુલાત માટે પ્રસાસ કરવામાં આવ્યો
પાદરા નગર પાલિકાના વર્ષોથી બાકી પડતા કરવેરા વસુલાત માટે કડક હાથે પગલા લેવાનું ચાલુ કરતા બાકીદારોમાં ફ્ફ્ડાટ વ્યાપી જવા પામ્યો હતો.નગર પાલિકા દ્વારા સને 2023/ 24 સુધીના બાકી પડતા કરવેરા ની રકમ રૂા. 15,58,858 બાકી પડતા 37 મિલકતોને સીલ કરેલ છે જેમાં ત્રણ મિલકતોની વસુલાત થવા પામી હતી. હવે જે ઈસમોના કરવેરા ની રકમ બાકી છે તેઓને ત્યાં ડોર ટુ ડોર કલેક્શનમાં ઢોલ નગારા સાથે ચાલુ માસમાં વસૂલાત કરવામાં આવશે તેવું નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું.
પાદરા નગરપાલિકાના વર્ષોથી બાકી રકમ રૂા. 15,58,858 કરવેરા વસુલાત માટે તેમજ સને 2023/ 24 સુધીના બાકી પડતા કરવેરાની રકમ શીલ કરવા માટે પ્રાદેશિક કમિશનર કરવેરાની રીવ્યુ મિટિંગમાં આપેલી સૂચના મુજબ નગરપાલિકા દ્વારા વેરા વસુલાત અંગે લીધેલ કડક પગલાં બાબતની નગરજનોને જાણ થાય તે હેતુસર ટીવી ચેનલ સોશિયલ મીડિયા માધ્યમ દ્વારા અને 2023/24 સુધીના વર્ષમાં પાદરા ન્પાલિકા દ્વારા વસુલાત માટે પ્રસાસ કરવામાં આવ્યો હતો. તેમ છતાં કેટલાક ઈસમો કરવેરો ભરતા ના હતા. પાદરા નગરપાલિકા 23/ 24 વર્ષમાં રૂપિયા 2,12,29,000 પાછલી રકમ બાકી હતી જેમાં રૂા. 45,92,000 વસુલાત થવા પામી હતી જેમાં નોટિસોની સંખ્યા 1000 હતી, પાણીના કનેક્શન 270 અગાઉ કાપેલા હતા. અને જપ્તી વોરંટ 210 હતી. આજ રોજ 37 મિલકત સીલ કરી હતી. જેમાં ત્રણ મિલકતના વેરા વસૂલાત કરેલા હતા.
પાદરા નગર પાલિકા દ્વારા વેરા શાખા ચેરમેન ભાવનાબેન દિલીપભાઈ વાળંદ તેમજ વેરાવસુલાત શાખાના ટેક્સ ઇન્સ્પેક્ટર શૈલેષભાઈ ગાંધીની ટીમ કમલેશભાઈ કાછિયા, નૈનેશ ભાઈ પટેલ, યોગેશભાઈ રાણા શાંતિલાલ રબારી ની ટીમ બનાવી સને 2023/ 24 સુધીના બાકી પડતા 37 મિલકતોને સીલ કરેલ હતી. આ મિલકત કરવેરા બાકી પડતા ઈસમોમાં ફ્ફ્ડાટ વ્યાપી જવા પામ્યો હતો.
જ્યારે પાણીની કનેક્શન કાપવા છતાં રકમ ભરપાઈ નહીં આવે તો ગટર કનેક્શન પણ બંધ કરવામાં આવશે અને જરૂર જણાય તો મિલકત સીલ કરવામાં પણ આવશે. કાપી નાખેલ પાણી ગટર કનેક્શન ચાલુ કરવા 1000 વહીવટી ચાર્જ લેવામાં આવશે.
સીલ કરેલ મિલકતના બાકીદારોની યાદી સમાચાર પત્રમાં, જાહેર નોટિસ બોર્ડ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે તેઓની રેવન્યુ રાહે બાકીદારોની મિલકત ઉપર બોજો નાખવામાં આવશે તથા મિલકતના જાહેર નીલામી કરી બાકી વસૂલ કરવામાં આવશે.


