પાદરા તાલુકાના લુણા ગામની સીમમાં ગંદા પાણીની કેનાલવાળા રસ્તે આજે સવારના લગભગ સમયગાળા દરમ્યાન બનેલી દુર્ઘટનામાં ચમારા ગામના રહેતા તેજલબેન નું દુઃખદ અવસાન થયુ છે, જ્યારે તેમનો દિકરો ચીરાગ (ઉ.વ. 4)ને માથામાં ઇજા પહોંચી હતી.
મળી રહેલી માહિતી મુજબ, તેજલબેન મુકેશભાઈ પઢીયાર (ઉ.વ. 31) તેમના પતિ સાથે સંતાનો ચીરાગ અને જાન્હવી સાથે મોટરસાયકલ પરથી નવાપુરા ગામ ખાતે સીમંત વિધિમાં જવા નીકળ્યા હતા. લુણા ગામની સીમ પાસે B.D.R. કંપની નજીક અચાનક સ્પીડ બ્રેકર આવતા, મોટરસાયકલનો કાબૂ છુટતા તેજલબેન તથા ચીરાગ રોડ પર પટકાયા હતા. ઇજાગ્રસ્ત તેજલબેનને તરત જ 108 મારફ્તે ક્રોસરોડ હોસ્પિટલ, ડભાસા પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. બાળક ચીરાગને કપાળના ભાગે ઇજા પહોંચી છે. આ બનાવ અંગે મૃતકના ભાઈ સુરેશભાઈ રાવજીભાઈ પઢીયારે પાદરા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા અકસ્માત અંગે કાયદેસર તપાસ શરૂ કરવામાં આવી છે.


