- પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે
- ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 2 ટેસ્ટ મેચની રમશે સીરિઝ
- વોર્મઅપ મેચમાં પાકિસ્તાની કેપ્ટને ફટકારી બેવડી સદી
પાકિસ્તાન ટેસ્ટ ટીમના નવા કેપ્ટન શાન મસૂદે ઓસ્ટ્રેલિયામાં બેવડી સદી ફટકારીને મોટું કારનામું પોતાના નામે કર્યું છે. શાન મસૂદના નૈતૃત્વવાળી પાકિસ્તાની ટીમ 3 મેચની ટેસ્ટ સીરિઝ માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. સીરિઝ પહેલાં પાકિસ્તાનની ટીમ પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન વિરુદ્ધ વોર્મઅપ મેચ રમી રહી છે. જેમાં પાકિસ્તાન ટીમના નવા કેપ્ટન શાન મસૂદે અણનમ રહીને બેવડી સદી ફટકારી છે. પાકિસ્તાની કેપ્ટને અણનમ 201 રનની ઈનિંગ રમી છે. જેમાં 14 ફોર અને 1 સિક્સ સામેલ છે.
વોર્મઅપ મેચમાં ફટકારી બેવડી સદી
4 દિવસના વોર્મઅપ મેચના બીજા દિવસે મસૂદે બેવડી સદી પૂર્ણ કરી છે. ઓસ્ટ્રેલિયન જમીન પર જ્યાં પાકિસ્તાનના બીજા બેટ્સમેન ફ્લોપ રહ્યા છે, ત્યારે શાન મસૂદનું બેટ ખુબ ચાલ્યું છે. મસૂદ ઉપરાંત પાકિસ્તાનના કોઈ પણ બેટ્સમેન ફિફ્ટી પણ લગાવી શક્યા નથી. ટીમના પૂર્વ કેપ્ટન બાબર આઝમ 40 રન બનાવીને આઉટ થયા છે. આ ઉપરાંત સરફરાઝ ખાને 41 અને અબ્દુલ્લા શફીકે 38 રનની ઈનિંગ રમી છે. મેચના બીજા દિવસે લંચ બાદ પાકિસ્તાને 9 વિકેટના નુકસાને 391 રન બનાવીને ઈનિંગ ડિક્લેર કરી હતી. ઈનિંગ ડિક્લેર થવા સમયે પાકિસ્તાનના કેપ્ટન શાન મસૂદ 201 રન બનાવીને બેટિંગ કરી રહ્યો હતો.
બાબર બાદ કેપ્ટન બન્યો શાન મસૂદ
ઉલ્લેખનીય છે કે, બાબર આઝમના રાજીનામા બાદ શાન મસૂદને પાકિસ્તાન ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. વનડે વર્લ્ડકપ 2023માં પાકિસ્તાનના ખરાબ પ્રદર્શન બાદ બાબરે ત્રણેય ફોર્મેટમાંથી રાજીનામું આપ્યું હતું. વર્લ્ડકપમાં પાકિસ્તાની ટીમ 9માંથી માત્ર 4 લીગ મેચ જીતી શકી હતી. જે બાદ તે સેમીફાઈનલમાં પણ પ્રવેશ કરી શકી નહતી.
વર્લ્ડકપમાં ટીમે કર્યું હતું ખરાબ પ્રદર્શન
વર્લ્ડકપમાં ખરાબ પ્રદર્શન બાદ પાકિસ્તાન ક્રિકેટમાં માત્ર કેપ્ટન જ નહીં પરંતુ બોર્ડમાં અનેક પ્રકારના ફેરફાર જોવા મળ્યા હતા. ટીમના કોચ, સિલેક્ટર અને ડાયરેક્ટર સહિત અનેક લોકો બદલવામાં આવ્યા હતા. એક પ્રકારે સમગ્ર પાકિસ્તાન ક્રિકેટમાં ફેરફાર થયો હતો.


