- આજે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ
- બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ
- વરસાદના કારણે ફરૂથી મેચ રોકાઇ
પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડકપ 2023ની 35મી મેચ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં પહેલા રમતા ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને 402 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં અબ્દુલ્લા શફીક માત્ર 4 રન બનાવીને બીજી ઓવરમાં આઉટ થઈ ગયો હતો પરંતુ ફખર ઝમાને ઝડપી સદી ફટકારીને મેચમાં પકડ બનાવી રાખી છે. આ પછી રમતમાં વરસાદ આવ્યો અને મેચ અટકાવી દેવામાં આવી. પાકિસ્તાનનો સ્કોર 21.3 ઓવરમાં 1 વિકેટે 160 રન હતો. ત્યારબાદ મેચ શરૂ થઈ અને પાકિસ્તાનને 41 ઓવરમાં 342 રનનો ટાર્ગેટ મળ્યો છે.
વરસાદ વિલન બન્યો!
વરસાદના કારણે મેચ ફરી રોકવામાં આવી અને પાકિસ્તાને 25.3 ઓવરમાં 200 રન બનાવ્યા હતા. ડકવર્થ લુઈસ અનુસાર પાકિસ્તાનનો સ્કોર 179 રન થવાનો હતો. એટલે કે પાકિસ્તાન 21 રનથી આગળ છે. આ પહેલા જ્યારે અચાનક વરસાદ આવ્યો ત્યારે આ વિક્ષેપ બાદ પાકિસ્તાનને 41 ઓવરમાં 342 રનનો ટાર્ગેટ મળ્યો હતો. એટલે કે 9 ઓવરનો ઘટાડો કરવામાં આવ્યો હતો. રમત ફરી શરૂ થયા બાદ પાકિસ્તાનને 19.3 ઓવરમાં એટલે કે 117 બોલમાં 182 રનની જરૂર હતી. એવું લાગી રહ્યું હતું કે વરસાદ પાકિસ્તાન માટે વિલન બની રહ્યો છે. પરંતુ ફરી વરસાદ શરૂ થતાં જ એવું લાગી રહ્યું હતું કે વરસાદ ન્યુઝીલેન્ડ માટે વિલન બની ગયો છે.
પાકિસ્તાન માટે કરો યા મરો મેચ
જો પાકિસ્તાનની ટીમ સેમીફાઈનલની રેસમાં રહેવા ઈચ્છે છે તો તેના માટે આ મેચ જીતવી ખૂબ જ જરૂરી છે. પરંતુ અહીંથી સંજોગો બાબરની સેનાની તરફેણમાં હોય તેવું લાગતું નથી. જો આજે પાકિસ્તાન હારી જશે તો તેની સેમીફાઈનલની આશા ખતમ થઈ જશે. હવે પાકિસ્તાન સામે આ મુશ્કેલ ટાર્ગેટ હોવાથી પાકિસ્તાની ચાહકો પણ સોશિયલ મીડિયા વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
ભારત સેમિફાઇનલમાં પહોંચી
હાલમાં ભારતીય ટીમ એકમાત્ર એવી ટીમ છે જે સતત સાત મેચ જીતીને સેમિફાઇનલમાં પહોંચી છે. ન્યૂઝીલેન્ડની ટીમ તેની છેલ્લી મેચ 9 નવેમ્બરે શ્રીલંકા સામે રમશે. જો પાકિસ્તાન જીતી જશે તો આ મેચ ખૂબ જ મહત્વ ધરાવશે. જો આજે પાકિસ્તાન હારી જાય છે તો કિવી ટીમ આગામી મેચ જીતીને સેમીફાઈનલની ટિકિટ કન્ફર્મ કરી શકે છે. પાકિસ્તાન તેની છેલ્લી લીગ મેચ 11 નવેમ્બરે ઈંગ્લેન્ડ સામે રમશે.