પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ઝેર ભેળવેલું દૂધ પીવાથી એક જ પરિવારનાં 13 લોકોનાં મોત થયા છે. પોલીસે જણાવ્યું કે, આ ઘટના 19 ઓગસ્ટે ખૈરપુરની પાસે હૈબત ખાન બ્રોહી ગામમાં થઈ હતી. પીડિતોની ઓળખ કરી લેવામાં આવ્યા છે.
પોલીસે વધુમાં જણાવ્યું કે, કેટલાક સંબંધીઓએ આશંકા વ્યક્ત કરી હતી. કે પીડિતોને ઝેર આપવામાં આવ્યું હશે, કારણ કે, પરિવારના મુખ્ય વ્યકિતને જમીનને લઈ કેટલાક લોકો સાથે વિવાદ ચાલી રહ્યો હતો.
દૂધમાં ઝેર હોવાનું સામે આવ્યું
સરકારી અધિકારીના જણાવ્યા પ્રમાણે સક્કુરમાં આવેલી લેબોરેટરીમાં તપાસ બાદ જાણવા મળ્યું કે, જે દિવસે પરિવારના સભ્યોનાં મોત થયા, એ દિવસે તેમને દૂધ પીધું હતું. જેમાં ઝેરી પદાર્થ હતો. રિપોર્ટમાં મૃતકના શરીરમાં ઝેરી પદાર્થની હાજરી હોવાનું સામે આવ્યું છે.
પોલીસ તપાસમાં લાગી
પાકિસ્તાનના ખૈરપુરના પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે પોલીસે દરેક એંગલની તપાસ કરી રહી છે. તેઓએ જણાવ્યું કેસ અમે સાવધાનીથી કેસને આગળ વધારીશું. પરંતુ આ નક્કી કરવા ઘટનાના જવાબદાર લોકોને સજા જરૂર મળશે.
હુમલામાં 73 લોકો મોતને ભેટયા
ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટમાં પાકિસ્તાનના સૌથી અશાંત વિસ્તાર બલૂચિસ્તાનમાં બળવાખોરોએ હાઈવે, રેલવે બ્રિજ અને પોલીસ સ્ટેશન પર કરેલા હુમલામાં ઓછામાં ઓછા 73 લોકોનાં મોત થયા હતા. જ્યારે સુરક્ષા દળોએ 21 હુમલાખોરોને મારી ઠાર માર્યાનો દાવો કર્યો હતો. બુગતી જનજાતિના નેતા નવાબ અકબર બુગતીની 18મી વરસી ઉપર બલૂચ બળવાખોરએ આ હુમલાને આખરી ઓપ આપ્યો હતો.


