પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બોર્ડર પર ફરી તણાવ પેદા થયો છે. એક તરફ પાકિસ્તાનની સેનાએ હુમલાઓ કરવા માટે ટેન્ક તૈયાર કર્યા છે. તો બીજી તરફ, અફઘાનિસ્તાનની ચોકી પર હવાઇ હુમલાઓ કરીને તેને નષ્ટ કરવામાં આવી રહ્યા છે. સરહદ પર થઇ રહેલી અથડામણમાં ગોળીબારી પણ કરવામાં આવી રહી છે. અફઘાનિસ્તાનના હેલમંડ પ્રાંતના અધિકારીઓએ આ અથડામણની પુષ્ટિ કરી છે.
સરહદ પર અથડામણ
બન્ને દેશ વચ્ચે થઇ રહેલા હુમલાઓમાં અફઘાનિસ્તાનની પોલીસ ચોકીઓને નિશાન બનાવવામાં આવી રહ્યુ છે. પોલીસ ચોકીઓ પર ટેન્કથી હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. આ અથડામણ માટે લાંબા સમયથી ચાલતો વિવાદ જવાબદાર છે. પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર હાલ વાતાવરણ તંગ બન્યુ છે. અફઘાનિસ્તાનના બરમાચા સરહદી વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં મોટું નુકસાન થયુ છે. આ અસરગ્રસ્ત વિસ્તાર પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતની સમાંતર પર સ્થિત છે.
શુ હતો જુનો વિવાદ ?
બોર્ડર પર તંગ વાતાવરણ માટે જુનો વિવાદ જવાબદાર છે. સરહદ પર નવી ચોકીઓના નિર્માણને લઇને વિવાદ ઉભો થયો હતો. તો ગોળીબાર થયાના થોડા સમયમાં આ ચોકી બંધ થઈ ગઈ હતી. પરંતુ બપોર પછી પરિસ્થિતિ ફરી વણસી હતી. અફઘાનિસ્તાનના હેલમંડ પ્રાંતના અધિકારીઓએ આ મામલે પુષ્ટી કરી હતી. તો આ તરફ, પાકિસ્તાન અને અફઘાન તાલિબાન આજે કટ્ટર દુશ્મનો જેવા છે. એકબીજાના સૈનિકોના મૃત્યુની ઉજવણી કરે છે. પાકિસ્તાન સેનાના જનરલ ઘણા બધા મેડલ લઈ ફરે છે. પરંતુ કોઈ દેશની સેના દ્વારા નહીં પરંતુ તહરીક-એ-તાલિબાન નામના આતંકવાદી સંગઠન દ્વારા તેમની મજાક ઉડાવવામાં આવે છે.