શનિવારે અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના કારણે લોકોમાં ગભરાટનો માહોલ છે. અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા 4.2 હતી. આ પહેલા 19 મેના રોજ અફઘાનિસ્તાનમાં ભૂકંપ આવ્યો હતો. જે છેલ્લા ચાર દિવસમાં દેશમાં આવેલો સતત ચોથો ભૂકંપ હતો. આ આંચકાના કારણે લોકોમાં ડરનો માહોલ છે. તેઓ પોતાનું સ્થાન છોડીને અન્ય સ્થળ પર જવા મજબૂર બન્યા છે.
અફઘાનિસ્તાનમાં ભૂકંપના તીવ્ર આંચકા
પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા 4.2 હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, ભૂકંપ 120 કિમીના અંતરે આવ્યો હતો. આ ભૂકંપથી કોઈ નુકસાનના સમાચાર નથી. આ પહેલા 19 મેના રોજ અફઘાનિસ્તાનમાં 4.2ની જ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જે છેલ્લા ચાર દિવસમાં દેશમાં આવેલો સતત ચોથો ભૂકંપ હતો. NCS અનુસાર, અફઘાનિસ્તાનમાં ભૂકંપ ભારતીય સમય મુજબ સવારે 08:54 કલાકે આવ્યો હતો.
મ્યાનમારમાં ફરી ધરતી ધ્રુજી
મ્યાનમારમાં મોડી રાત્રે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.0 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી (NCS)ના અહેવાલ મુજબ મ્યાનમારમાં 4.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. NCS અનુસાર આ ભૂકંપ 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ જણાવ્યું હતું કે અગાઉ 19 મેના રોજ મ્યાનમારમાં રિક્ટર સ્કેલ પર 3.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. NCS અનુસાર, ભૂકંપનું કેન્દ્ર 40 કિમીની ઊંડાઈએ હતું.
ભૂકંપનું જોખમ વધ્યું
સાગાઈંગ ફોલ્ટ સાગાઈંગ, મંડલે, બાગો અને યાંગોન માટે ભૂકંપનું જોખમ વધારે છે. જે મળીને મ્યાનમારની વસ્તીના 46 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. જોકે યાંગોન ફોલ્ટ ટ્રેસથી પ્રમાણમાં દૂર છે, તેમ છતાં તેની ગીચ વસ્તીને કારણે તે હજુ પણ નોંધપાત્ર જોખમોનો સામનો કરે છે.