અમેરિકીના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ 41 દેશ પર યાત્રા પ્રતિબંધ લગાવવાનું વિચારી રહ્યા છે. આ યોજનામાં અમુક દેશમાં પૂર્ણ વીઝા પ્રતિબંધ, અમુક પર આંશિક પ્રતિબંધ અને અમુક દેશને સુધરવા માટે 60 દિવસ આપવામાં આવશે. જો પ્રતિબંધની યોજના લાગુ કરાશે તો તેનો સૌથી વધુ અસર પાકિસ્તાન અને અફગાનિસ્તાન પર પડશે. આ નિર્ણય પાછળ રાષ્ટ્રીય સુરક્ષા મુખ્ય હેતુ હોવાનું જાણવા મળ્યુ છે.
તૈયાર કરાઇ 41 દેશની યાદી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ પોતાના નિર્ણયથી દુનિયાને ચોંકાવી રહ્યા છે. ત્યારે તેમનો વધુ એક નિર્ણય જનતાને આશ્રર્યચકિત કરી શકે છે. ટ્રમ્પ આગામી દિવસમાં 41 દેશની યાત્રા પર પ્રતિબંધ લગાવી શકે છે. પ્રતિબંધની યાદીમાં 3 શ્રેણીઓ બનાવવામાં આવી છે. જેમાં અમુક દેશમાં પૂર્ણ વીઝા પ્રતિબંધ, અમુક પર આંશિક પ્રતિબંધ અને અમુક દેશને સુધરવા માટે 60 દિવસ આપવામાં આવશે. આ નિર્ણય પાછળ રાષ્ટ્રીય સુરક્ષા મુખ્ય હેતુ હોવાનું જાણવા મળ્યુ છે. આ પ્રતિબંધનો સૌથી મોટો અસર પાકિસ્તાન અને અફગાનિસ્તા પર જોવા મળશે. અમેરિકામાં આ બને દેશોના નાગરિકોને પ્રવેશ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આ નિર્ણય એ લોકો માટે મોટો આંચકો બની શકે છે જેમણે અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા નિયંત્રણ મેળવ્યા પછી ત્યાંથી આશ્રય લીધો છે.
દેશોને ત્રણ જૂથોમાં વહેંચવામાં આવ્યા
પ્રથમ જૂથમાં 10 દેશોનો સમાવેશ થાય છે, જેમાં અફઘાનિસ્તાન, ઈરાન, સીરિયા, ક્યુબા અને ઉત્તર કોરિયા મુખ્ય છે. આ દેશોના નાગરિકો માટે વિઝા સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે. બીજા જૂથમાં પાંચ દેશોનો સમાવેશ થાય છે: એરિટ્રિયા, હૈતી, લાઓસ, મ્યાનમાર અને દક્ષિણ સુદાન. આ દેશોને આંશિક સસ્પેન્શનનો સામનો કરવો પડશે, જે પ્રવાસી અને વિદ્યાર્થી વિઝા તેમજ અન્ય ઇમિગ્રન્ટ વિઝાને અસર કરશે, જોકે કેટલાક કિસ્સાઓમાં અપવાદો હોઈ શકે છે. ત્રીજા જૂથમાં 26 દેશોનો સમાવેશ થાય છે, જેમાં બેલારુસ, પાકિસ્તાન અને તુર્કમેનિસ્તાન જેવા દેશોનો સમાવેશ થાય છે. આ દેશોના નાગરિકોને વિઝા આપવા પર આંશિક પ્રતિબંધ લાગી શકે છે. જોકે, આ દેશોને 60 દિવસની અંદર સુરક્ષા ખામીઓ દૂર કરવાની તક આપવામાં આવશે.
ટ્રમ્પે પહેલાથી જ વચન આપ્યું હતું
રાષ્ટ્રપતિ બન્યા પછી તરત જ, ડોનાલ્ડ ટ્રમ્પે 20 જાન્યુઆરીએ એક કાર્યકારી આદેશ બહાર પાડ્યો, જેમાં અમેરિકામાં પ્રવેશ કરવા માંગતા વિદેશી નાગરિકોની સુરક્ષા તપાસને વધુ કડક બનાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આદેશમાં, ઘણા કેબિનેટ સભ્યોને 21 માર્ચ સુધીમાં તે દેશોની યાદી પ્રદાન કરવા માટે કહેવામાં આવ્યું હતું. અમેરિકા હવે આ યાદીમાં ફેરફાર કરી શકે છે. મતલબ કે, તેમાં ઘણા દેશો ઉમેરી શકાય છે અને ઘણા દેશોને તેમાંથી બાકાત રાખી શકાય છે. આ પછી વહીવટીતંત્રની મંજૂરી બાદ જ યાદી જાહેર કરવામાં આવશે.


