બલુચિસ્તાન લિબરેશન આર્મી એટલે કે BLAએ પાકિસ્તાનમાં હુમલાઓ તીવ્ર બનાવ્યા છે. તેની ફતેહ સ્ક્વોડ સૌથી ખતરનાક યુનિટ માનવામાં આવે છે. જે ઓચિંતો હુમલો કરે છે. BLAના અન્ય એકમોમાં માજીદ બ્રિગેડ અને STOSનો સમાવેશ થાય છે. ફતેહ સ્ક્વોડનું નામ સાંભળીને પાકિસ્તાની સેના ગભરાઈ જાય છે, આ યુનિટ કેટલી શક્તિશાળી છે? તે તેના હુમલાઓથી જાણી શકાય છે. પાકિસ્તાનને ડરાવવા માટે ફતેહ સ્ક્વોડ કાફી છે.
ટ્રેન અપહરણ પછી ટનલ પાસે હાજર પાકિસ્તાની સેના
પાકિસ્તાનમાં બલુચિસ્તાન લિબરેશન આર્મી એટલે કે BLAએ શાહબાઝ સરકારનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. બીએલએ પાકિસ્તાનમાં સતત હુમલાઓ કરી રહ્યું છે. તાજેતરમાં જ તેણે પાકિસ્તાનમાં ટ્રેન હાઇજેકિંગની જવાબદારી લીધી હતી. આ પછી, રવિવારે તેણે પાકિસ્તાની સેનાના કાફલા પર થયેલા હુમલાની જવાબદારી લીધી છે. BLA એક સૈન્યની જેમ ખૂબ જ સંગઠિત રીતે કામ કરે છે. તેની અંદર ઘણા યુનિટ બનાવવામાં આવ્યા છે. જેમાં માજીદ બ્રિગેડ, ફતેહ સ્ક્વોડ, STOS અને ઇન્ટેલિજન્સ વિંગ ઝીરાબનો સમાવેશ થાય છે. તેમાંથી સૌથી ઘાતક ફતેહ સ્ક્વોડ છે. જે ઓચિંતો હુમલો કરે છે.
બલુચિસ્તાનમાં પ્રવેશતા ધુજે છે પગ
બીએલએની ફતેહ સ્ક્વોડ મુખ્યત્વે બલુચિસ્તાનના પર્વતીય વિસ્તારોમાં સક્રિય છે, જ્યાં તે પાકિસ્તાની લશ્કરી પેટ્રોલિંગ સામે ગેરિલા યુદ્ધ લડે છે. ફતેહ ટુકડી લશ્કરી કાફલાઓ અને છાવણીઓ પર હુમલો કરે છે. BLAએ લશ્કરી કાફલા પર આત્મઘાતી હુમલો કર્યો હતો. BLAએ પોતાના નિવેદનમાં દાવો કર્યો હતો કે, હુમલામાં 90 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. નિવેદનમાં ફતેહ સ્ક્વોડનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. BLAએ કહ્યું કે, BLAનું આત્મઘાતી એકમ, મજીદ બ્રિગેડે આત્મઘાતી હુમલો કર્યો.’ હુમલા પછી તરત જ, BLA ના ફતેહ સ્ક્વોડ એ બાકી રહેલી બસો પર હુમલો કર્યો. અને 90 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા. 2024 માં, ફતેહ સ્ક્વોડ, અન્ય BLA જૂથો સાથે મળીને, બલુચિસ્તાનમાં 14 નાકાબંધીમાં 62 સૈનિકોને મારી નાખ્યા હતા.
પાકિસ્તાની સેના પર કેવી રીતે હુમલો?
પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના લોકો પોતાને એક સ્વતંત્ર દેશ બનાવવા માંગે છે. BLA એ બલૂચ રાષ્ટ્રવાદ અને સ્વતંત્રતા ઇચ્છતું સશસ્ત્ર સંગઠન છે, જેની રચના વર્ષ 2000 માં થઈ હતી. ફતેહ સ્ક્વોડ પાકિસ્તાની સેનાને ચાર રીતે નિશાન બનાવે છે. આ રણનીતિ હેઠળ, પાકિસ્તાની સૈન્યના કાફલા અને ઠેકાણાઓ પર અચાનક હુમલો કરવામાં આવે છે. તેઓ બોમ્બ દ્વારા પાકિસ્તાની સેનાના કાફલાને નિશાન બનાવે છે. તેઓ કાફલો જે રૂટ પરથી પસાર થાય છે. ત્યાં IED બ્લાસ્ટ કરે છે. તેઓ દૂરથી પણ દુશ્મનને નિશાન બનાવે છે.
મજીદ બ્રિગેડની રચના 2011 માં થઈ હતી. BLA ની આ શાખા આત્મઘાતી હુમલાઓમાં નિષ્ણાત છે. તેનું નામ અબ્દુલ મજીદના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેમણે 1974માં તત્કાલીન વડા પ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે પાકિસ્તાનને અનેક વખત હુમલાઓથી હચમચાવી નાખ્યું છે. સ્પેશિયલ ટેક્ટિકલ ઓપરેશન્સ સ્ક્વોડ એટલે કે STOS બલુચિસ્તાન લિબરેશન આર્મીનું આ યુનિટ ગુપ્ત માહિતી એકત્રિત કરે છે. તેનું કામ જાસૂસી કરવાનું અને ટાર્ગેટ કિલિંગ કરવાનું છે. તે પાકિસ્તાની સેનાના કાફલા અને તેના અધિકારીઓ અને સહયોગીઓના રૂટને ટ્રેસ કરે છે.


