બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા પ્રધાન મોહમ્મદ યુનુસ પાકિસ્તાન સાથે મુલાકાત કરીને SAARC ને ફરીથી સક્રિય કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મોહમ્મદ યુનુસે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ સાથેની મુલાકાત દરમિયાન સાર્ક મુદ્દે વાત કરી હતી. હવે નેપાળના પ્રધાનમંત્રી ઓલીએ પાકિસ્તાની રાજદૂત હાશ્મી સાથે પણ મુલાકાત કરી છે. ભારતે મૂકેલા પ્રસ્તાવો અને આતંકવાદી મુદ્દાને લઈ પાકિસ્તાનની કોઈ કાર્યવાહી ના કરવાને કારણે ભારત સાર્ક સંગઠનમાં નિષ્ક્રિય છે. અને હાલ બિમસ્ટેક પર ધ્યાન અપી રહ્યું છે.
શું છે સાર્ક સંગઠન અને કેમ પાકિસ્તાન અને બાંગ્લાદેશ ફરીથી તેને સક્રિય કરવા મથી રહ્યા છે? નેપાળની શું ભૂમિકા છે? એક નજર..
સાર્ક શું છે?
1985 ના 8 ડિસેમ્બરે સ્થપાયેલ એક સંગઠન કે જેનું નામ દક્ષિણ એશિયન એસોસિયેશન ફોર રિજનલ કોઓપરેશન (SAARC) અને તેમાં આઠ સભ્ય દેશોનો સમાવેશ થાય છે: ભારત, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, ભૂતાન, માલદીવ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકા. સાર્કનો મુખ્ય ઉદ્દેશ્ય દક્ષિણ એશિયાના લોકોના કલ્યાણને પ્રોત્સાહન આપવા અને તેમના જીવનની ગુણવત્તામાં સુધારો કરવાનો છે; આ ક્ષેત્રમાં આર્થિક વિકાસ, સામાજિક પ્રગતિ અને સાંસ્કૃતિક વિકાસને વેગ આપો.
હાલની પરિસ્થિતિ
હશીના સરકાર પાડી બાંગ્લાદેશના વચગાળાના બનેલા પ્રધાનમંત્રી મુહમ્મદ યુનુસના નેતૃત્વમાં સાર્ક ને પુનઃજીવિત કરવા પાકિસ્તાન સાથે કામ કરી રહ્યું છે. પહેલા પાકિસ્તાની પીએમ શાહબાઝ અને બાંગ્લાદેશી પીએમ યુનુસ શુક્રવારે કૈરો ખાતે D-8 સમિટમાં મળ્યા હતા. બંને નેતાઓ વેપાર, વાણિજ્ય અને રમતગમત અને સાંસ્કૃતિક પ્રતિનિધિમંડળના આદાનપ્રદાન દ્વારા સંબંધોને મજબૂત કરવા સંમત થયા હતા. હવે નેપાળના પીએમ ઓલીએ પાકિસ્તાની રાજદૂત હાશ્મી સાથે પણ આઅ મામલે મુલાકાતમાં ચર્ચા કરી છે. ભારત બિમસ્ટેક પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે ત્યારે આ પગલું ભરવામાં આવ્યું છે. ભારત પર દબાણ લાવવા માટે પાકિસ્તાન બાંગ્લાદેશના વહીવટીતંત્રને પ્રભાવિત કરી રહ્યું છે.
ભારત સાર્કમાં નિષ્ક્રિય
ભારત દ્વારા પ્રસ્તાવિત પહેલો પર પાકિસ્તાનની જીદ અને સીમા પારના આતંકવાદ પર પગલાં લેવાના ઇનકારને કારણે સાર્ક હાલમાં નિષ્ક્રિય છે. નવેમ્બર 2014 માં નેપાળના કાઠમંડુમાં આઠ દેશોના સમૂહની 18મી સમિટ દરમિયાન સાર્ક બે સમજૂતીઓ – પ્રાદેશિક રેલ્વે કરાર અને પેસેન્જર અને ગુડ્સ ટ્રાન્સપોર્ટ માટે મોટર વ્હીકલ એગ્રીમેન્ટને અંતિમ રૂપ આપવાનું હતું. પરંતુ પાકિસ્તાનના તત્કાલીન પીએમ નવાઝ શરીફ સરકારે સેનાના દબાણમાં આવીને દરખાસ્તો અટકાવી દીધી હતી. કનેક્ટિવિટી પહેલ અને સરહદ પારના આતંકવાદના મુદ્દાઓ પર પાકિસ્તાનના ઇનકારને કારણે સાર્ક નિષ્ક્રિય છે. સુરક્ષાની ચિંતાઓને કારણે ભારતે છેલ્લી સાર્ક સમિટ છોડી દીધી હતી.
નેપાળના પીએમ ઓલીનું ડહાપણ
પીએમ ઓલીએ કહ્યું હતું કે નેપાળ સાર્ક અધ્યક્ષ તરીકે દક્ષિણ એશિયાઈ ક્ષેત્રીય સહયોગ સંગઠન (સાર્ક) ને સક્રિય કરવા માટે પ્રયત્નો કરી રહ્યું છે અને સાર્કના સભ્ય દેશોએ તેમાં રચનાત્મક ભૂમિકા ભજવવી જોઈએ. કોઈપણ બે દેશો વચ્ચે સમસ્યા હોય તો પણ સાર્ક જેવા પ્રાદેશિક સંગઠનો પર કોઈ પ્રતિકૂળ અસર થવી જોઈએ નહીં, એવું ભારપૂર્વક જણાવતા વડા પ્રધાન ઓલીએ કહ્યું કે નેપાળ તેના સંબંધોનું વિસ્તરણ કરી રહ્યું છે અને મૈત્રીપૂર્ણ અને પડોશી દેશો સાથે સહયોગ કરતું રહ્યું છે.
પાકિસ્તાન ઉચ્ચાયોગ ઢાકામાં દક્ષિણ એશિયા અને દક્ષિણપૂર્વ એશિયાને જોડતી વિવિધ સંસ્થાઓ મંત્રાલયો અને પુન: સક્રિયતા સાથે બેઠક કરી રહી છે યુનિવર્સિટીઓ સાથે તેના સંપર્કો જેથી સાર્ક સહિતના ઘણા વિચારોને આગળ લઈ શકાય. સાર્કના વર્તમાન મહાસચિવ મોહમ્મદ ગોલામ સરવર છે, જેઓ બાંગ્લાદેશના રાજદ્વારી છે.