- ન્યૂઝીલેન્ડે છ વિકેટે 401 રન નોંધાવ્યા હતા
- પાકિસ્તાનને 42 ઓવરમાં 342નો નવો ટાર્ગેટ મળ્યો હતો
- રચિને 108 તથા વિલિયમ્સને 95 રનની ઇનિંગ રમી હતી
વરસાદના કારણે અધવચ્ચેથી પડતી મૂકાયેલી વર્લ્ડ કપની મેચમાં પાકિસ્તાને ડકવર્થ લૂઇસ નિયમના આધારે ન્યૂઝીલેન્ડને 21 રનથી પરાજય આપ્યો હતો. ન્યૂઝીલેન્ડે છ વિકેટે 401 રન નોંધાવ્યા હતા. તેના જવાબમાં પાકિસ્તાન એક વખત 21.3 ઓવરમાં 150 રન બનાવીને ન્યૂઝીલેન્ડ કરતાં 10 રન આગળ હતું. ત્યારબાદ પાકિસ્તાનને 41 ઓવરમાં 342 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પાકિસ્તાને 25.3 ઓવરમાં એક વિકેટે 200 રન બનાવ્યા હતા અને ફરીથી વરસાદ નડયો હતો. મેચ પડતી મૂકવામાં આવી ત્યારે મેન ઓફ્ ધ મેચ ફ્ખર ઝમાન 81 બોલમાં 126 તથા બાબર 63 બોલમાં 66 રન બનાવીને રમી રહ્યા હતા.
પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરતા ન્યૂઝીલેન્ડે રચિન રવીન્દ્રની સદી વડે છ વિકેટે 401 રનનો સ્કોર નોંધાવ્યો હતો. રચિને 108 તથા સુકાની વિલિયમ્સને 95 રનની ઇનિંગ રમી હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોની પાક. બોલર્સની ચોમેર ધોલાઇ કરી હતી. શાહિન આફ્રિદીએ 90 રન આપી દીધા હતા અને વર્લ્ડ કપની એક મેચમાં પાકિસ્તાન તરફ્થી સૌથી વધારે રન આપનાર બોલર પણ બની ગયો હતો. હેરિસે 10 ઓવરમાં 85 રન આપ્યા હતા. કિવિ ટીમે મેચમાં 46 બાઉન્ડ્રી તથા આઠ સિક્સર ફ્ટકારી હતી. આ 46 બાઉન્ડ્રી વડે ન્યૂઝીલેન્ડે વન-ડે વર્લ્ડ કપના ઇતિહાસનો મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. આમ કિવિ ટીમ કોઇ પણ ટીમ સામે સર્વાધિક બાઉન્ડ્રી નોંધાવનાર ટીમ બની ગઇ છે.
ફ્ખર ઝમાને પાકિસ્તાન માટે ફસ્ટેસ્ટ સદી નોંધાવી
વર્લ્ડ કપમાં પોતાની સદી નોંધાવનાર ફ્ખર ઝમાને 63 બોલમાં સદી ફ્ટકારી હતી અને કિવિ ટીમ સામે આ તેની ચોથી સદી રહી હતી. કારકિર્દીમાં 11મી સદી નોંધાવનાર ઝમાને પાકિસ્તાન તરફ્થી ફસ્ટેસ્ટ વર્લ્ડ કપ સદી નોંધાવવાનો 16 વર્ષ જૂનો રેકોર્ડ તોડયો હતો. 2007ના વર્લ્ડ કપમાં ઇમરાન નઝીરે 95 બોલમાં સદી ફ્ટકારી હતી.
વર્લ્ડ કપની 24મી ઇનિંગમાં વિલિયમ્સનના 1,000 રન પૂરા
પાકિસ્તાન સામે પાંચ રન માટે સદી ચૂકેલા વિલિયમ્સને એક મોટો માઇલસ્ટોન પોતાના નામે કર્યો હતો. તે ન્યૂઝીલેન્ડ તરફથી વન-ડે વર્લ્ડ કપમાં સર્વાધિક રન નોંધાવનાર બીજો બેટ્સમેન બની ગયો છે. વિલિયમ્સને 25મી મેચની 24મી ઇનિંગ્સમાં ન્યૂઝીલેન્ડ તરફથી ફાસ્ટેસ્ટ એક હજાર રન પૂરા કર્યા હતા. તેણે રોઝ ટેલરને પાછળ રાખી દીધો હતો. ટેલરે 30 ઇનિંગ્સમાં 1002 રન બનાવ્યા હતા