પાકિસ્તાનના જૈકોબાબાદમાં રેલવે ટ્રેક પર પ્રચંડ વિસ્ફોટ બાદ જાફર એક્સપ્રેસ ટ્રેનના 4 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હોવાનું સામે આવ્યું છે. આ ટ્રેન પેશાવરથી Quetta જઇ રહી હતી. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ, રેલવે પોલીસ અને મેન્ટેનન્સ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
કોઇ જાનહાનિ નહી
આ ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી. તમામ યાત્રીઓ સુરક્ષિત છે. વૈકલ્પિક વ્યવસ્થા કરીને મુસાફરોને ગંતવ્ય સ્થળે રવાના કરાયા છે. બ્લાસ્ટના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. કેટલાક સૂત્રોએ આશંકા વ્યક્ત કરી છે કેઆ એક ષડયંત્ર કે તોડફોડ કરવાના ઇરાદે કરેલી પ્રવૃત્તિ હોઇ શકે. જો કે અંગે કોઇ સત્તાવાર પુષ્ટિ થઇ નથી.
તપાસ તેજ
ઘટનાને પગલે રેલવે ટ્રેકનું સમારકામ પણ તાબડતોબ શરૂ કરી દેવાયુ છે. અન્ય ટ્રેનોની અવર જવર અસ્થાયી રૂપે રોકી દેવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓ ઘટના સ્થળે હાજર છે તપાસ ચાલી રહી છે. રેલવે પ્રશાસને યાત્રીઓને ધૈર્ય રાખવા માટે અને અધિકારીઓની સૂચનાનું પાલન કરવા અપીલ કરી છે.