ભારતીય સેનાની તાકાતમાં વધારો થવા જઇ રહ્યો છે. અમેરિકા પાસેથી ખરીદેલા 6 અપાચે AH-64E એટેક હેલિકોપ્ટરની અંતિમ બેચ આ મહિને ભારત પહોંચવા વાળા છે. આ દુનિયાના સૌથી આધુનિક એટેક હેલીકોપ્ટર છે, જેને હવામાં ઉડતુ ટેન્ક કહેવામાં આવે છે. જેને જોધપુરમાં તૈનાત કરવામાં આવશે, જ્યાં પાકિસ્તાન સાથે લાગેલી પશ્ચિમી સરહદ પર સેનાની સ્ટ્રાઇક પાવર ખૂબ જ મજબૂત થઇ જશે.
અપાચે એટેક હેલિકોપ્ટર
ફેબ્રુઆરી 2020માં અમેરિકાની સાથે લગભગ 5,691 કરોડ રૂપિયાનો સોદો કરવામાં આવ્યો હતો. આ કરાર હેઠળ સેનાને 6 અપાચે મળવાના હતા. પરંતુ સપ્લાય ચેનની સમસ્યાઓ, ટેકનિકલ મુદ્દે અને ગ્લોબલ કારણોથી ડિલીવરીમાં ઘણો સમય લાગ્યો. મૂળ યોજનામાં 2024માં દરેક હેલીકોપ્ટર આવવાના હતા. પરંતુ પહેલી બેચ જુલાઇ 2025માં હિંડન એરબેઝ પર પહોંચ્યુ. આ અમેરિકી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ દ્વારા લાવવામાં આવ્યા હતા. છેલ્લા ત્રણ હેલિકોપ્ટર હવે ડિસેમ્બર 2025 માં આવવાના છે. આ હેલિકોપ્ટરને પણ એસેમ્બલ કરવામાં આવશે અને નિરીક્ષણ પછી જોધપુર મોકલવામાં આવશે. સમગ્ર ઓર્ડર પૂર્ણ થયા પછી, સેનાનું પ્રથમ અપાચે સ્ક્વોડ્રન સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે.
અપાચેની વિશેષતાઓ કેમ છે વધુ ખાસ?
અપાચે AH-64E એ વિશ્વનું સૌથી અદ્યતન એટેક હેલિકોપ્ટર છે.
શસ્ત્રો: હેલફાયર મિસાઇલો, સ્ટિંગર એર-ટુ-એર મિસાઇલો, 30 મીમી ચેઇન ગન અને રોકેટ.
ટેકનોલોજી: અદ્યતન રડાર, નાઇટ વિઝન, બધા હવામાનમાં ઉડાન અને દુશ્મનના હુમલાઓ સામે રક્ષણ.
ક્ષમતાઓ: દુશ્મન ટેન્કો, હવાઈ સંરક્ષણ અને સૈનિકો પર સચોટ પ્રહારો. રાત્રે પણ કામગીરી. ભૂમિ દળો માટે નજીકનો હવાઈ સપોર્ટ.
આ હેલિકોપ્ટર જોધપુરના 451 એવિએશન સ્ક્વોડ્રનમાં તૈનાત કરવામાં આવશે, જેની રચના માર્ચ 2024 માં કરવામાં આવી હતી. પાઇલટ્સ અને ગ્રાઉન્ડ સ્ટાફ પહેલાથી જ યુએસમાં તાલીમ મેળવી ચૂક્યા છે.
હાઇ ઇન્ટેસિટી કોન્ફિલ્કટમાં ગેમ ચેન્જર અપાચે
મે 2025માં પહેલાગામ આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યુ હતુ,જેમાં પાકિસ્તાનમાં આતંકી ઠેકાણા પર જોરદાર હુમલા કરવામાં આવ્યા. આ ઓપરેશનને પશ્ચિમી સીમા પર મજબૂત એરિયલ ફાયરપાવરની જરૂરત જોવા મળી. અપાચે એક એવી જ હાઇ ઇન્ટેસિટી કોન્ફિલ્કટમાં ગેમ ચેન્જર છે. આ સેનાને ગ્રાઉન્ડ ફોર્સસની સાથે સીધો સપોર્ટ આપશે.જ્યારે વાયુસેનાના 22 અપાચે અલગ રોલ નિભાવે છે.
આ પણ વાંચોઃ


