ભારતના Operation Sindoor બાદ રાજકીય અસ્વસ્થ બનેલા પાકિસ્તાનના નેતાઓ વૈશ્વિક નેતાઓ સામે પણ તા તા તીર ફેંકી રહ્યા છે. અમેરિકા 100 વર્ષથી જુદા જુદા દેશોને લડાવતું રહ્યું છે, વિશ્વભરમાં થઈ રહેલા યુદ્ધોમાંથી અમેરિકા પૈસા કમાય છે. આવો આક્ષેપ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કરતાં રાજકીય ચર્ચા ઊભી થઈ છે.
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે અમેરિકા વિરોધી મોટું નિવેદન આપ્યું છે. દુનિયાભરમાં થતી હિંસા અને યુદ્ધ અંગે અમેરિકા સામે આરોપ લગાવ્યો છે કે અમેરિકા છેલ્લા 100 વર્ષથી દેશોને લડાવતું રહ્યું છે. વિશ્વભરમાં થઈ રહેલા યુદ્ધોમાંથી અમેરિકા પૈસા કામે છે. આસિફના નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
લશ્કરી ઉદ્યોગઅમેરિકાની GDPનો મોટો આધાર
છેલ્લા 100 વર્ષથી અમેરિકનો દુનિયામાં દરેક જગ્યાએ યુદ્ધો કરી રહ્યા છે. 260 યુદ્ધો લડ્યા છે, ચીને 3 યુદ્ધો લડ્યા છે. અમેરિકા હજુ પણ પૈસા કમાય છે. લશ્કરી ઉદ્યોગ તેમની GDPનો મોટો આધાર છે. તેથી અન્ય દેશોને લડાવે છે એમ આસિફે કહ્યું હતું.
કેટલાક દેશો સમૃદ્ધ હતા પણ યુદ્ધના કારણે નાદાર થયા
આસિફે કેટલાક દેશોના ઉદાહરણો આપીને કહ્યું કે અમેરિકાએ પેલેસ્ટાઇન, સીરિયા, ઇજિપ્ત અને લિબિયામાં આવું જ કૃત્ય કર્યું છે. અગાઉ આ સમૃદ્ધ દેશો હતા, યુદ્ધને કારણે હવે તેઓ નાદાર થઈ ગયા છે. અમેરિકાની ભૂમિકા પર ચર્ચા ચાલે છે. જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર ભારત-પાકિસ્તાન સંઘર્ષમાં યુદ્ધવિરામનો શ્રેય લેતા રહ્યા છે. જ્યારે ભારતે તેમના દાવાને ફગાવી દીધો છે.