- વર્ષ-2022માં આયોજિત માર્ચ દરમિયાન થયેલી હિંસાના બે કેસની સુનાવણી થઈ
- પાકિસ્તાન તહેરિક-એ-પાર્ટીના અન્ય બે નેતાઓને પણ છોડી મુક્યા
- તોડફોડ કર્યાના કોઈ પુરાવા ન હોવાની કોર્ટમાં રજૂઆત કરવામાં આવી
પાડોશી દેશ પાકિસ્તાનમાં જિલ્લા સેશન્સ કોર્ટે સોમવારે જેલમાં બંધ પૂર્વ પીએમ ઈમરાન ખાન અને તેમની પાકિસ્તાન તહેરિક-એ-ઈન્સાફ પાર્ટીના અન્ય નેતાઓને બે કેસમાં છોડી મુક્યા છે. જો કે આ બે કેસની ઘણા સમયથી સુનાવણી ચાલી રહી હતી. આમ છતાં ઈમરાન ખાન હજી જેલમાં જ રહેશે કે મુક્તિ મળશે એ નક્કી નથી.
કોર્ટે આ નેતાઓને નિર્દોષ જાહેર કર્યા હતા
કોર્ટે માર્ચ-2022માં યોજાયેલી માર્ચ દરમિયાન હિંસા સંબંધિત બે કેસની સુનાવણી કરી રહી હતી.નિર્દોષ જાહેર કરાયેલા પક્ષના અન્ય નેતાઓમાં જરતાજ ગુલ, અલી નવાઝ અવાન, ફૈઝલ જાવેદ, શાહ મહેમૂદ કુરેશી વગેરેનો સમાવેશ થાય છે. ખાન અને અન્ય રાજકારણીઓ સામે કોહસાર અને કરાચી કંપની પોલીસ સ્ટેશનમાં કલમ-144ના ઉલ્લંઘન માટે કેસ નોંધવામાં આવ્યા હતા.
તોડફોડના કોઈ પુરાવા મળ્યા નથીઃ ખાન
ઈમરાન ખાનના વકીલ નઈમ પંજોથાએ કહ્યું કે પીટીઆઈના સ્થાપક સામેના કેસ રાજકીય બદલોથી પ્રેરિત છે. તેમણે કહ્યું કે માર્ચ દરમિયાન ઈમરાન વિરુદ્ધ તોડફોડના કોઈ પુરાવા મળ્યા નથી. તેમણે કહ્યું કે ઈસ્લામાબાદ તંત્રએ શહેરમાં કલમ-144 લાગુ કરવા માટે કોઈ સૂચના જાહેર નહોતી કરી.


