- પાકિસ્તાનમાં બલૂચ વિરોધ પ્રદર્શન દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ
- ફરી એકવાર બલૂચ વિરોધની આગ ફાટી નીકળી
- પાકિસ્તાન સુરક્ષાદળોએ વિરોધ કરતા લોકો પર કર્યો ગોળીબાર
પાડોશી દેશમાં કોઈ કાળે શાંતિ આવવાની નથી. આતંકવાદ, મોંઘવારી, વીજ-કાપ જેવા મુદ્દે લોકો સતત વિરોધ કરતા હોય છે. આ વિરોધને લીધે પાકિસ્તાનમાં શાંતિ થવાની નથી. આવા જ એક વિરોધ પ્રદર્શન પર ગોળીબા થયાનું સામે આવ્યું છે. પાકિસ્તાનમાં ગ્વાદર જઈ રહેલી બલૂચ વિરોધ માર્ચ પર ગોળીબારમાં 14 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. વિરોધ માર્ચમાં આહ્વાન કરનાર બલૂચ સમિટીએ દાવો કર્યો હતો કે, વિરોધ પ્રદર્શ કરનારા કાફલા પર ગોળીબાર કરાયો છે. જેના લીધે ઘણા કાર્યકરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
માથામાં ગોળી મારી, રસ્તાઓ પર બેરિકેડ લગાવવામાં આવ્યા
BYC દ્વારા X પર પોસ્ટ કરવામાં આવેલી માહિતી અનુસાર, ‘અબ્દુલ મુતાલિબ બલોચને માથામાં ગોળી વાગી છે અને તેમની હાલત ગંભીર છે, તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. મસ્તુંગ અને અન્ય સ્થળોએ થયેલા ઘાતકી હત્યાકાંડમાં, બલૂચ નેશનલ એસેમ્બલીના ઘણા શાંતિપૂર્ણ સહભાગીઓને ગોળી મારી દેવામાં આવી હતી. બલૂચ લોકો પરનો આ ક્રૂર હુમલો બલૂચ નરસંહારની વાસ્તવિકતા દર્શાવે છે. અન્ય સહભાગી, નાસિર અહેમદ, સાલેહના પુત્ર, સૈન્ય દ્વારા તલાર ચોકી પર ઠાર કરવામાં આવ્યા હતા. તેમનો મૃતદેહ તુર્બત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
જો કે પાકિસ્તાની અધિકારીઓએ કોઈપણ પ્રદર્શનકારીના મોતની પુષ્ટિ કરી નથી, પરંતુ ઘણા લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. દરમિયાન, પાકિસ્તાનની માનવાધિકાર સમિતિએ ગોળીબારના અહેવાલો પર ઊંડી ચિંતા વ્યક્ત કરી અને સરકારને બલોચને વિરોધ કરવાના તેમના અધિકારથી વંચિત ન રાખવા હાકલ કરી.
વિરોધ પ્રદર્શન પર ગોળીબારનો આરોપ
જો કે, બલૂચિસ્તાન સરકારે વિરોધ કૂચ પર ગોળીબાર કરવા માટે સુરક્ષા દળોને કોઈપણ આદેશ જારી કરવાનો ઇનકાર કર્યો છે અને કહ્યું છે કે તેના દરવાજા હંમેશા વાતચીત માટે ખુલ્લા છે. દરમિયાન, BYC મુજબ, ખુઝદાર, કલાત, સોરાબ, ચગાઈ, ખારાન અને બેસિમાના કાફલાઓ મોડી રાત્રે પંજગુરથી ગ્વાદર માટે રવાના થયા હતા. BYCએ એમ પણ કહ્યું કે ક્વેટા કાફલા પર કથિત રાજ્ય ક્રૂરતા વિરુદ્ધ મસ્તુંગમાં વિરોધ ચાલી રહ્યો હતો.
ગ્વાદર મરિન ડ્રાઈવ પર પાકિસ્તાન સુરક્ષાદળોનો જમાવડો
આ સિવાય બલૂચોના કાફલાએ કડક પ્રતિબંધોને સમાપ્ત કર્યા પછી બેરિકેડસને સફળતાથી પાર કરી લીધા હતા. ત્યાંથી ગ્વાદર તરફ વધી રહ્યા છે. આ દરમ્યાન એક બલૂચ કાર્યકરે સોશિયલ મીડિયા પર દાવો કર્યો કે ગ્વાદરમાં મરિન ડ્રાઈવને પાકિસ્તાની સુરક્ષાદળોએ સંપૂર્ણ રીતે બંધ કરી દીધું છે. સુરક્ષા વાહન આખા શહેરમાં માર્ચ કરી રહ્યા છે અને સેંકડો ટ્રકોમાં સૈન્યના જવાનો સામાન્ય નાગરિકોની જેમ નજરે પડી રહ્યા છે.


