- સાઉથ આફ્રિકા સામે ભારતીય ટીમની ઐતિહાસિત જીત
- ભારતીય બોલર્સે સાઉથ આફ્રિકા વિરુદ્ધ કર્યું શાનદાર પ્રદર્શન
- પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજોને પણ લાગ્યો ભારતના બોલર્સથી ભય
ભારતીય ટીમે વર્લ્ડકપ 2023માં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડને હરાવ્યા બાદ સાઉથ આફ્રિકાને પણ 243 રને હરાવ્યું છે. ભારતની આ જીતે વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાનો દબદબો જાળવી રાખ્યો છે. જેની પ્રશંસા સમગ્ર દુનિયાના ક્રિકેટ નિષ્ણાંતો કરી રહ્યા છે. પાકિસ્તાને એક ટીવી કાર્યક્રમમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના 4 પૂર્વ કેપ્ટન વસીમ અકરમ, મોઈન ખાન, મિસ્બાહ ઉલ હક અને શોએબ મલિક ભારત અને સાઉથ આફ્રિકા મેચની ચર્ચા કરી રહ્યા હતા. તેમણે પોતાની આ ચર્ચામાં ટીમ ઈન્ડિયાની ખુબ પ્રશંસા કરી હતી. સાથે જ આ ત્રણેય ખેલાડીઓએ હાસ્યાસ્પદ નિવેદન પણ આપ્યા હતા.
પાક.ના દિગ્ગજોએ શું કહ્યું?
આ ચર્ચા દરમિયાન પાકિસ્તાની ચેનલના એન્કરે જણાવ્યું કે, મિસ્બાહ ઉલ-હક કહી રહ્યા છે કે, ભારત પાસે અજીબ બોલિંગ એટેક છે. બેટ્સમેન બુમરાહથી બચે તો બીજી તરફ શમી આવે છે. શમી બાદ સિરાઝ તૈયાર હોય છે અને સિરાઝથી બચે તો કુલદિપ તૈયાર હોય છે. કુલદીપથી બચે તો જાડેજા આવી સ્થિતિમાં બેટ્સમેન ક્યાં જઈ શકે? અને જો બેટ્સમેન કોઈ પ્રકારે જાડેજાથી પણ બચે, તો ફરી બુમરાહ સામે આવીને બોલિંગ કરે છે.
શોએબ મલિકે શું કહ્યું?
આ વાત સાંભળ્યા બાદ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને સાનિયા મિર્જાના પતિ શોએબ મલિકે કહ્યું કે, જો કોઈ બેટ્મેસન આ તમામ બોલર્સથી બચે, તો ભારતીય ખેલાડીઓની ફીલ્ડિંગ પણ શાનદાર છે. શોએબ મલિકે સાઉથ આફ્રિકા અંગે આગળ કહ્યું કે. સાઉથ આફ્રિકા જો ટોસ જીતે, તો તે શાનદાર ટીમ લાગે છે, પરંતુ જો ટોસ હારે, તો એવું લાગે છે ઈટલીની ટીમ રમવા માટે આવી છે. તેમણે સાઉથ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાને ટોસથી વધુ પ્રેક્ટિસ કરવાનું કહ્યું છે.
‘ભારતને રોકવાનો એક જ રસ્તો ટીવી બંધ કરો’
શોએબની વાત પર મિસ્બાહે કહ્યું કે, સાઉથ આફ્રિકન બેટ્સમેનની આ સ્થિતિનો શ્રેય ભારતીય બોલર્સને આપવો પડશે. કારણ કે, તે ઈનિંગની 15-20 ઓવરમાં એવી બોલિંગ કરે છે કે, બેટ્સમેન જાણી જ શકતા નથી કે બોલ અંદર આવશે કે બહાર જશે. જો કોઈ બેટ્સમેન ફાસ્ટ બોલર્સ સામે સારૂં પ્રદર્શન કરે છે, તો ભારત પાસે સ્પિનર્સ પણ શાનદાર ફોર્મમાં છે. જે બાદ અંતમાં પાકિસ્તાનના આ તમામ પૂર્વ દિગ્ગજોને પૂછવામાં આવ્યું હતું કે, ટીમ ઈન્ડિયાને આ વર્લ્ડકપમાં રોકવાની રીત શું છે? આ સવાલના જવાબમાં શોએબ મલિકે કહ્યું કે, ટીવી બંધ કરી દો. મલિક અનુસાર અત્યારે ટીમ ઈન્ડિયાને રોકવાનો માત્ર એક રસ્તો છે અને તે ટીવી બંધ કરવી જોઈએ એવો રસ્તો છે.