- પાકિસ્તાનના સૌથી અશાંત બલૂચિસ્તાનમાં બસને નડયો અકસ્માત
- કંગાળ માર્ગો અને જાગૃત્તિના અભાવે સતત અકસ્માત થતા હોય છે
-
ડ્રાયવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ ઊંડી ખીણમાં ખાબકી હતી
પાડોશી દેશ પાકિસ્તાનમાં ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો છે. આ માર્ગ અકસ્માત પાકિસ્તાનના સિંધ અને બલૂચિસ્તાન પ્રાંતના સરહદી શહેર પાસે થયો હતો. તીર્થયાત્રીઓથી ભરેલી બસ એક ઊંડી ખીણમાં ખાબકતા ઓછામાં ઓછા 17 લોકોનાં મોત થયા હતા અને 38 ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. જો કે રાહત અને બચાવ કામગીરીમાં પોલીસે સ્થાનિક લોકોની મદદ લીધી હતી. પોલીસે આ માર્ગ અકસ્માત અંગે વિગતવાર જાણકારી આપી હતી.
બસમાં સવાર તમામ યાત્રિકો સિંધ પ્રાંતના રહેવાસી હતી
આપેલી જાણકારી અનુસાર, તીર્થયાત્રી બલૂચિસ્તાનના ખુજદાર જિલ્લામાં આવેલા એક ધાર્મિક સ્થળે જઈ રહ્યા હતા. ત્યારે પૂરપાટ જઈ રહેસી બસ અચાનક આંચકા સાથે સીધી ખીણમાં પડી ગતી. જે ઘટનાસ્થળે અકસ્માત થયો તે કરાચીથી આશરે 100 કિલોમીટર દૂર હતી. પાકિસ્તાનના ગૃહપ્રધાન મોહસિન નકલી માર્ગ અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો હતો. બસના ડ્રાયવરે વળાંક પર સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા બસ ખીણમાં ખાબકી હતી. બસમાં તમામ યાત્રિકો સિંધ પ્રાંતના થટ્ટા શહેરના રહેવાસી હતા.
મૃતદેહોની ઓળખ કરવામાં આવી
પાકિસ્તાનના ગૃહપ્રધાન મોહસિન નકવીએ જણાવ્યું કે, થટ્ટાથી નીકળેલી બસ દુર્ઘટનાનો શિકાર થઈ ગઈ. પોલીસે મૃતકો અને ઈજાગ્રસ્તોને કરાચીની સિવિલમાં ખસેડયા હતા. અકસ્માતનો ભોગ બનેલા મૃતદેહોની ઓળખ કરી લેવામાં આવી છે. કંગાળ માર્ગો અને જાગૃત્તિના અભાવે પાકિસ્તાનમાં અકસ્માતોની વણઝાર થતી રહે છે.


