- કરાચી શહેરમાં 77 હિટવેવ રાહત કેન્દ્રો બનાવવાની નોબત આવી
- આખા કરાચી શહેરમાં ત્રણ દિવસમાં ગરમીથી મોતને ભેટેલા 36 લોકોનાં મૃતદેહ મળ્યાં
- પાકિસ્તાનમાં આતંકવાદ, વીજ-કાપ, કમરતોડ મોંઘવારી અને હવે ભીષણ ગરમી
પાડોશી દેશ પાકિસ્તાનમાં આતંકવાદ, વીજ-કાપ, કમરતોડ મોંઘવારી અને હવે કાળઝાળ ગરમી પડી રહી છે. જેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. વધુ ગરમ હવામાન હોવાથી અહીંના લોકો ગરમીથી ઝઝૂમી રહ્યા છે. ગત બે દિવસથી અહીં લૂનો પ્રકોપ ચાલી રહ્યો છે. જેના લીધે મૃતકોની સંખ્યા વધી રહી છે. પાકિસ્તાનના મોટા શહેર કરાચીમાં આંકડા ચિંતા વધારનારા છે. લૂની ઝપટમાં આવવાથી અહીં 36 લોકોનાં મોત થઈ ગયા છે.
કરાચી શહેરમાં 77 હિટવેવ રાહત કેન્દ્રો
સિંધ પ્રાંતની સરકારે અજાણ્યા મૃતદેહોની શોધ પછી કરાચીમાં 77 હિટ વેવ રાહત કેન્દ્રોની બનાવ્યા છે. ગત બે દિવસથી ઓછામાં ઓછા 36 લોકોનાં મોત થઈ ગયા છે. ભીષણ ગરમીને લીધે મોતને લીધે અહીંની સ્થાનિક વહીવટી તંત્ર પણ ખડેપગે છે. સ્થાનિક તંત્રએ સોમવાર, મંગળવાર અને બુધવારે કુલ 36 મૃતદેદ શોધીને અંતિમ સંસ્કાર કર્યા છે.
મોટાભાગના મૃતદેહની ઓળખ કરી લેવાઈ છે. હજી પણ ચિંતાજનક સ્થિતિ છે. કારણ કે પરિવારના કોઈ સભ્યો ન તો મૃતદેહ લેવા આવ્યા છે કે ન તો તેની ઓળખ થઈ શકી છે. ગત ત્રણ દિવસથી અજાણ્યા મૃતદેહ મળી આવવાની ઘટનામાં ખતરનાક વધારો થયો છે. જેથી સરકારી તાત્કાલિક અસરથી સમગ્ર શહેરમાં હિટવેવ રાહત કેન્દ્રો બનાવવાનો નિર્ણય લીધો હતો.
પાકિસ્તાનના હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે
આ પગલું પાકિસ્તાન હવામાન વિભાગ (PMD)દ્વારા જાહે કરાયેલી ગંભીર ચેતવણી વચ્ચે આવ્યું છે, જેમાં દેશના દક્ષિણી પ્રદેશોમાં ભારે તાપમાનની આગાહી કરવામાં આવી છે. કરાચીની હોસ્પિટલોમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ આવી રહ્યા છે, જેના કારણે શહેરના તબીબી સંસાધનો પર દબાણ વધી રહ્યું છે. કરાચીની જિન્નાહ હોસ્પિટલના એક અધિકારીએ જણાવ્યા અનુસાર, ડૉક્ટરો દરરોજ ગરમી સંબંધિત તબીબી સમસ્યાઓ ધરાવતા સેંકડો દર્દીઓની સારવાર કરી રહ્યા છે.
કરાચી અને સિંધ પ્રાંતની હોસ્પિટલોને એલર્ટ પર મૂકવામાં આવી છે જ્યારે સરકાર સમગ્ર શહેરમાં સ્થાપિત તેના 77 હીટ વેવ રાહત કેન્દ્રો દ્વારા હોસ્પિટલોમાં દર્દીઓના પ્રવાહને ઘટાડવાનો પ્રયાસ કરે છે.


