પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન હિના રબ્બાની ખાર એક બ્રિટિશ ન્યૂઝ ચેનલના પેનલમાં હતા. જ્યારે તેમને આતંકવાદ પર તીક્ષ્ણ પ્રશ્નો પૂછવામાં આવ્યા. ત્યારે તેઓ પોતાની ખુરશી અધવચ્ચે છોડીને ઉભા થઈ ગયા હતા. આ ઘટના બ્રિટિશ પત્રકાર પિયર્સ મોર્ગનના શો અનસેન્સર્ડમાં બની હતી. જ્યારે ભારતીય પત્રકાર બરખા દત્ત અને હિના સામસામે આવ્યા ત્યારે વાતાવરણ ગરમ થઈ ગયું હતુ.
લાઈવ ચર્ચા અધુરી મુકી
ભારતના ‘ઓપરેશન સિંદૂર’ પછી, આંતરરાષ્ટ્રીય મંચો પર પાકિસ્તાનની મજાક ઉડાવવામાં આવી રહી છે. એક ટીવી ચર્ચામાં, પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી હિના રબ્બાની ખારને આતંકવાદ પર પ્રશ્ન પૂછવામાં આવતાં તેઓ ગુસ્સે થઈ ગયા. આ ઘટના બ્રિટિશ પત્રકાર પિયર્સ મોર્ગનના શો અનસેન્સર્ડમાં બની હતી. જ્યારે ભારતીય પત્રકાર બરખા દત્ત અને હિના સામસામે આવ્યા ત્યારે વાતાવરણ ગરમ થઈ ગયું હતુ. ચર્ચાનો વિષય ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વર્તમાન તણાવ અને પાકિસ્તાનમાં આતંકવાદીઓની હાજરીનો હતો. પરંતુ જ્યારે બરખા દત્તે હિના ખારને લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ વિશે સીધો પ્રશ્ન પૂછ્યો, ‘શું આ આતંકવાદી સંગઠનો છે?’, ત્યારે હિનાએ ન તો જવાબ આપ્યો કે ન તો ઇનકાર કર્યો. તેણીએ ફક્ત એટલું જ કહ્યું, ‘તમે છેલ્લા 20 વર્ષથી એક જ વાર્તાનું પુનરાવર્તન કરી રહ્યા છો, મને નથી લાગતું કે તેનો જવાબ આપવાની જરૂર છે.’
કયા પ્રશ્ન પર હિના રબ્બાની ગુસ્સે થઇ ?
બરખાના તીખા પ્રશ્નો વચ્ચે, પિયર્સ મોર્ગને પણ હિનાને ઘેરી લીધી અને પૂછ્યું – ‘શું આ આતંકવાદી સંગઠનો પાકિસ્તાનમાં ખુલ્લેઆમ કાર્યરત છે?’ જવાબમાં હિનાએ કહ્યું, ‘હું તમારી વાતને નકારી કાઢું છું.’ પાકિસ્તાન પોતે જ પોતાની ભૂલો સુધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ પાકિસ્તાની સેનાની દખલગીરી, આતંકવાદીઓને આશ્રય અને પીએમ મોદીની પાકિસ્તાની નેતાઓ સાથે સરખામણી પર ચર્ચા શરૂ થતાં જ હિનાની ધીરજ ખૂટી ગઈ. જ્યારે બરખાએ યાદ અપાવ્યું કે ‘મોદી ત્રીજી વખત ભારતના ચૂંટાયેલા વડા પ્રધાન છે. જ્યારે પાકિસ્તાનમાં વડા પ્રધાનની પસંદગી સેના દ્વારા કરવામાં આવે છે અથવા તેમને જેલમાં મોકલવામાં આવે છે’, ત્યારે લાઇવ ચર્ચામાં હિનાની સ્ક્રીન અચાનક કાળી પડી ગઈ, એટલે કે તેણી ચર્ચા છોડીને ચાલી ગઈ.
આતંકવાદના મુદ્દે પાકિસ્તાન ચુપ
બરખાએ જણાવ્યું કે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે પોતે સ્વીકાર્યું છે કે પાકિસ્તાને આતંકવાદનો ઉપયોગ ‘નીતિ સાધન’ તરીકે કર્યો છે. તેમણે કહ્યું ‘તમારો દેશ બીજાના યુદ્ધો લડવા માટે આતંકવાદનો ઉપયોગ કરે છે, અને હવે તે તેના પરિણામો ભોગવી રહ્યો છે.’ આ ઘટનાની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ ચર્ચા એવા સમયે થઈ હતી જ્યારે ભારતે પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં પાકિસ્તાન અને પીઓકેમાં લગભગ 100 આતંકવાદીઓને ઠાર માર્યા હતા.


