- ઇજાગ્રસ્ત મહિલા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ
- પગના ભાગે પટકાતાં મહિલાના ગંભીર રીતે ઘાયલ
- પોલીસે કરી મહિલાને ફેંકનાર નફ્ફટ પતિની ધરપકડ
શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભોજનમાં મસાલો ઓછો પડી જતાં કોઈ પુરુષ તેની પત્નીને છત પરથી નીચે ફેંકી દે? જો નહીં તો હવે જાણી લો. સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં એક શખ્સ તેની પત્નીને છત પરથી નીચે ફેંકી દે છે કારણ કે તેની પત્નીએ ચિકનમાં મરચું નાખવાનું ભૂલી ગઈ હતી.
આ ઘટના પાકિસ્તાનના લાહોર શહેરમાં સ્થિત નોનારિયન ચોકની છે. અહીં શાલીમાર રોડ પાસે રહેતી મરિયમને તેના પતિએ જ ટેરેસ પરથી નીચે ફેંકી દીધી. કારણ કે ચિકન તેને ફીકું લાગતું હતું. જેમાં મરચું ઓછું નાખેલું હતું.
મહિલા હોસ્પિટલમાં દાખલ
આ ખૌફનાક ઘટના બાદ ત્યાં હાજર લોકોએ તાત્કાલિક મહિલાને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી. હાલ મહિલાની હાલત નાજુક છે અને તેની સારવાર ચાલી રહી છે.
પગમાં થઈ ગંભીર ઈજા
મરિયમના પગમાં ગંભીર ઇજાઓ થઈ છે. વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે જ્યારે તે છત પરથી પડે છે, ત્યારે તે પગના ભાગે જ જમીન પર પટકાય છે. નીચે પડવાને કારણે તેને પગના ભાગે ગંભીર ઇજા થાય છે જેને કારણે તે ઉઠી પણ શકતી નથી. બાદમાં, આસપાસના લોકો આવીને તેની મદદ કરે છે.
પોલીસે દાખલ કર્યો કેસ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસે FIR દાખલ કરી છે. એટલું જ નહીં મુખ્ય આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત અધિકારીઓએ મહિલાની સાસુ અને તેના દિયર સામે પણ કેસ દાખલ કર્યો છે. સાસુનું નામ શાઝિયા અને દિયરનું નામ રોમાન હોવાનું જાણવા મળી રહ્યું છે.


