- પાકિસ્તાનમાં ચૂંટણી માથે છે ત્યારે જ કોર્ટનો આવ્યો ચુકાદો
- પૂર્વ પીએમ ઈમરાન ખાન અને પત્નીને જવું પડશે જેલ
- સજા ઉપરાંત દંપતીને 78-78 કરોડનો કોર્ટે દંડ ફટકાર્યો
પાકિસ્તાનમાં જનરલ ઈલેક્શન પહેલા વિપક્ષની મુશ્કેલીમાં વધારો થયો છે. ઈમરાન ખાનની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. તોશાખાના કેસમાં પાકિસ્તાનની એક કોર્ટે 14 વર્ષની જેલની સજા અને ઈમરાનની પત્નીને પણ 14 વર્ષની સજા ફટકારી છે. દંપતીને કઠોર 14 વર્ષની સજા જાહેર કરવામાં આવી છે.
તોશાખાના કેસમાં રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ ઈમરાન ખાનને સજાનો આદેશ આપવા ખુલ જજ મોહમ્મદ બશીર જાતે જેલ પહોંચ્યા હતા. ચુકાદા હેઠળ ઈમરાન ખાન અને તેની પત્ની બુશરા બીબી સામે 10 વર્ષ સુધી કોઈપણ સરકારી પદ ગ્રહણ કરવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત ઈમરાન અને બુશરા પર 78-78 કરોડ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. બુશરા બીબી કોર્ટમાં હાજર નહોતી થઈ.
તોશા ખાના કેસમાં શું છે?
તોશાખાના (રાજ્ય ભંડાર) કેસમાં પૂર્વ પીએમ ઈમરાન ખાન સામે નિયમોનો ઉલાળિયો કરવાનો આરોપ લાગ્યો છે. વિદેશી નેતાઓ પાસેથી મળેલી ભેટ-સોગાદો રાજય ભંડારમાં રખાય છે પરંતુ સરકારી નિયમો પ્રમાણે કીંમત ચુકવી તેને પોતાની સાથે રાખી શકાય છે. ગીફ્ટ પહેલા તોશાખાનામાં જમા કરવી પડે છે. ઈમરાન ખાન અને તેની પત્ની પર આરોપ છે કે તેઓએ પોતાની શક્તિના જોરે આ ભેટ-સોગાદોને ઓછી કીમતે પોતાની પાસે રાખી લીધી હતી.
આ કેસ પાકિસ્તાનના અન્ય કેસથી જુદો છે. આમાં ઈમરાન ખાનને પાકિસ્તાનને ચૂંટણી પંચે ગેરલાયક ઠેરવી દીધા હતા. બાદમાં તેમને રાજ્યની ગીફ્ટના વેચાણથી મળેલી રકમો સંતાડવા માટે દોષિત ઠેરવ્યા હતા. ઈમરાન ખાનને ગેરલાયક જાહેર કર્યા બાદમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટે ઈમરાન ખાનની ગેરલાયક ફગાવી દીધી હતી.


