- પાકિસ્તાની સાંસદે ભારતમાં યોજાયેલી ચૂંટણીમાં ગરબડ ન થયાનો કર્યો ઉલ્લેખ
- પાકિસ્તાનમાં ચૂંટણીમાં જે તે સમયે ગરબડ થઈ હતી
- સંસદમાં ભારતનું નામ લીધા વગર ચૂંટણીનો ઉલ્લેખ કર્યો
પાડોશી દેશ પાકિસ્તાનની સંસદમાં ભારતના ભરપેટ વખાણ થયા છે. પાકિસ્તાનના સેનેટમાં વિપક્ષ નેતા અને પીટીઆઈના સાસંદ શિબલી ફરાઝે પોતાના સંબોધનમાં ભારતની ચૂંટણી પ્રક્રિયાનો હવાલો આપ્યો. તેમને કહ્યું કે અમે ભારતની જેમ ચૂંટણી કેમ નથી કરાવી શકતા.? ભારતમાં કરોડો લોકોએ વોટ આપ્યો આટલા પોલિંગ સ્ટેશન બન્યા. ઈવીએમનો વપરાશ થયો પરંતુ કોઈએ પણ ન કહ્યું કે ચૂંટણીમાં કોઈપણ પ્રકારની ગરબડ થઈ.
ફરાઝે ભારતનું નામ લીધા વગર આ તમામ વાતો કહીં. જો કે તેને ભારતને દુશ્મન દેશ પણ કહ્યું હતું. પરંતુ તેને ભારતની ચૂંટણી પ્રક્રિયાની પ્રશંશા કરી હતી અને ભારતની જેમ પાકિસ્તાનમાં ચૂંટણી કરવાની વાત કરી આ રીતે પાકિસ્તાનની સંસદમાં ભારતની ચર્ચા થઈ હતી. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.
નામ લીધા વગર ચૂંટણી પ્રોસેસનો ઉલ્લેખ
મળતી માહિતી અનુસાર, પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહેરિક-એ-ઈન્સાફના સાંસદ અને સંસદમાં વિપક્ષના નેતા શિબલી ફરાઝે ભારતીય ચૂંટણી પ્રક્રિયાના વખાણ કરવાના બહાને પાકિસ્તાન ચૂંટણી પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા હતા. તેને જણાવ્યું કે ભારતે આટલી મોટી ચૂંટણી યોજી કોઈપણ ગરબડ વગર. પરિણામ પણ આવ્યું. વડાપ્રધાને શપથ પણ ગ્રહણ કરી લીધા. સરકાર કામમાં પણ પરોવાઈ ગઈ. ભારત આપણો દુશ્મન દેશ છે પરંતુ દુશ્મન દેશનું ઉદાહરણ નહીં આપું પરંતુ તાજેતરમાં એક દેશમાં સામાન્ય ચૂંટણી યોજાઈ. 80 કરોડ કરતાં વધુ લોકોએ મતદાન કર્યું. હજારો પોલિંગ બૂથ બનાવવામાં આવ્યા. લોકોએ ભારે ઉત્સાહથી મત આપ્યા. ઈવીએમનો ઉપયોગ કર્યો અને આશરે એક મહિના ચૂંટણી પ્રક્રિયા ચાલી.
પાકિસ્તાન ચૂંટણીમાં થઈ ગરબડ થઈ
મહત્ત્વનું છે કે પાકિસ્તાનમાં ભારત પહેલા આઠ ફેબ્રુઆરી 2024ના રોજ જનરલ ચૂંટણી યોજાઈ હતી. આ દરમિયાન ઘણી હિસાની ઘટનાઓ સામે આવી હતી. ચૂંટણીમાં ગરબડ થયાનો વીડિયો પણ સામે આવ્યા હતા. છેલ્લે સુધી વિવાદ રહ્યો. પરિણામ આવતા પહેલા સ્પષ્ટ થઈ ગયું કે દેશમાં સરકાર કોણ બનાવશે? ઈમરાન ખાનનું નામ દરેકની જીભ પર હતું. પરંતુ પાકિસ્તાની સૈન્યએ ઈમરાન ખાનને વડાપ્રધાન બનવા ન દીધા. ઈમરાનના નેતાઓને બળજબરીથી હરાવવામાં આવ્યા. ઈમરાનને ટેકો આપનાર અપક્ષ ઉમેદવારોના પરિણામમાં ફેરબદલ કરવામાં આવ્યું. ઘણી જહેમત અને વિવાદો વચ્ચે પાકિસ્તાનમાં ચૂંટણી પરિણામ આવ્યા અને શાહબાઝ શરીફની સરકાર બની.


