- વડાપ્રધાન શાહબાઝ શરીફના આદેશ હેઠળ પાકિસ્તાન સૈન્યની કામગીરી
- ગુપ્ત માહિતીના આધારે દરોડા દરમિયાન આતંકીઓ ઠાર મરાયા
- અગાઉ આતંકી હુમલાની કોઈએ પણ જવાબદારી નહોતી લીધી
પાકિસ્તાનની સેનાએ એક નિવેદનમાં જણાવ્યું કે આઈબી ઈનપુટના આધારે કરાયેલા દરોડામાં રવિવારે અફઘાનિસ્તાનની સરહદે આવેલા ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના લક્કી મારવત જિલ્લામાં સાત પાકિસ્તાની આર્મી સૈનિકોને માર્યા ગયેલા રોડસાઇડ બોમ્બ વિસ્ફોટના જવાબમાં તે શરૂ કરવામાં આવ્યું હતું. સૈન્યના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ વિસ્તારમાં મળી આવેલા અન્ય આતંકવાદીઓને ખતમ કરવા માટે હજુ પણ ઓપરેશન ચાલુ છે અને સુરક્ષાદળો પાકિસ્તાનમાં આતંકવાદના ખતરાને ખતમ કરવા માટે સંપૂર્ણ રીતે સંકલ્પબદ્ધ છે.
શાહબાઝ શરીફનું કડક વલણ
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં થયેલા આતંકવાદી હુમલામાં એક કેપ્ટન સહિત સાત સૈનિકોના મોત થયા હતા. રવિવારે લક્કી મરવત જિલ્લાના સરબંદ પોસ્ટ આવતા કાફલા પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ આતંકી હુમલા પછી પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે લક્કી મરવત જિલ્લામાં થયેલા આતંકી હુમલામાં એક કેપ્ટન સહિત પાકિસ્તાન સૈન્યના જવાનોના મોતથી મને ખૂબ આઘાત લાગ્યો છે. તેમને કહ્યું કે અમારા બહાદૂર સૈનિકો અને નાગરિકોનું બલિદાન અમારી પર એક ઋણ છે. જેને અમે પોતાના દેશથી આતંકવાદને સમાપ્ત કરીને ચુકવવો પડશે.
હુમલાની કોઈએ પણ જવાબદારી ન સ્વીકારી
રવિવારે થયેલા હુમલાની કોઈએ જવાબદારી નથી લીધી. જો કે આ માટે પાકિસ્તાની તાલિબાનને જવાબદાર ઠેરવે છે. જેને તહેરિક-એ-તાલિબાન પાકિસ્તાન અથવા ટીટીપીના નામથી ઓળખવામાં આવે છે. ટીટીપી અફઘાન તાલિબાનનું સહયોગી જૂથ છે. પાકિસ્તાની અધિકારી ઘણીવાર અફઘાનિસ્તાનના તાલિબાન શાસકો પર ટીટીડી લડવૈયાઓને આશરો આવાનો આરોપ મૂકે છે. જો કે અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલમાં રહેલા નેતાઓ આ આરોપને વારંવાર નકારી કાઢે છે.


