- પાકિસ્તાનમાં હિંદુઓની આસ્થા પર સૌથી મોટો કુઠારાઘાત
- વર્ષ-1947માં ભાગલા પહેલાથી આ હિંદુ મંદિર અડીખમ ઉભું રહ્યું હતું
- ઐતિહાસિક મંદિર તોડીને તેના સ્થાને કોમર્શિયલ કોમ્પલેક્સ બનાવવામાં આવશે
પાડોશી દેશ પાકિસ્તાનમાં હિંદુઓની આસ્થા પર સૌથી મોટો આઘાત લાગે તેવી ઘટના બની છે. ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં આવેલું ઐતિહાસિક હિંદુ મંદિર તોડી પાડવામાં આવ્યું છે. પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પાસે આવેલું એક ઐતિહાસિક હિંદુ મંદિરને સરકારે જમીનદોસ્ત કરી નાંખ્યું છે. હવે આ મંદિરના સ્થાને એક કોમર્શિયલ કોમ્પલેક્સ બનાવવામાં આવશે. આ મંદિર અને આસપાસની તમામ જમીન ભારત-પાકિસ્તાનના ભાગલા પહેલા હિંદુઓની હતી અને આ સ્થળે મોટું ઐતિહાસિક મંદિર હતું જેને લઈ આસપાસના હિંદુઓ અહીં દર્શન કરવા આવતા હતા. જો કે ભાગલા બાદ અહીંના મૂળ નિવાસી ભારત ચાલ્યા ગયા હતા. ખૈબર મંદિર પછી કાળક્રમે ધીમે ધીમે લોકોની આવન-જાવન ઘટી ગઈ. આ સ્થળે કોમ્પલેક્સનું નિર્માણ બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે.
પાકિસ્તાનના વહીવટી વિભાગના અધિકારીઓએ હિંદુ મંદિરના અસ્તિત્વ અંગે જાણકારી હોવાની ઈનકાર કરી દીધો હતો. તો વળી મંદિરના સ્થાને બની રહેલા કોમ્પલેક્સને નિયમ પ્રમાણે બની રહ્યાનું તંત્રએ દાવો કર્યો છે. એક સ્થાનિકે દાવો કર્યો કે કોટાલ બજારમાં એક ઐતિહાસિક હિંદુ મંદિર હતું જેને મંદિર લેંડી કોટાલ બજાર કેન્દ્રમાં આવેલું હતું. જેને વર્ષ-1947માં સ્થાનિક હિંદુ પરિવારો ભારત ચાલ્યા ગયા પછી બંધ કરી દેવામાં આવ્યું હતું.
અયોધ્યામાં બાબરી કાંડ પછી આ મંદિરને નુકસાન કરાયું હતું
વર્ષ-1992માં ભારતમાં અયોધ્યામાં બાબરી મસ્જિદ વિધ્વંસ પછી કેટલાક અસામાજિક તત્વોએ આ મંદિરને આંશિક રીતે ક્ષતિગ્રસ્ત કરી દીધું હતું. સ્થાનિકે વધુમાં જણાવ્યું કે તેના બાળપણના સમયમાં અહીં હિંદુઓનું ધર્મસ્થળ હતું. લોકો અહીં દર્શને આવતા હતા. ધાર્મિક અને ઐતિહાસિક ઈમારતોની સુરક્ષા વહીવટી તંત્ર અને સ્થાનિક સરકારની જવાબદારી છે.ટ


