- PML-Nને 2 નેશનલ એસેમ્બલી અને 10 સ્ટેટ એસેમ્બલીની બેઠકો
- 5 નેશનલ અને 16 સ્ટેટ એસેમ્બલીની બેઠકો પર થઈ હતી પેટાચૂંટણી
- પીટીઆઇને બાદ કરતાં અન્ય પક્ષો અને અપક્ષોને પણ મળી બેઠકો
પાકિસ્તાનમાં થયેલ પેટાચૂંટણીઓમાં સત્તાધારી PML-N પાર્ટીનો દબદબો જોવા મળ્યો. નવાઝ શરીફના નેતૃત્વ વાળી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝએ પેટાચૂંટણીઓમાં નેશનલ એસેમ્બલીમાં 2 બેઠકો અને સ્ટેટ એસેમ્બલીમાં 10 બેઠકો પર જીત મેળવી છે. જોકે, હજુ સુધી સત્તાવાર આંકડાઓ જાહેર કરવાં આવ્યા નથી. મીડિયા રિપોર્ટ્સના હવાળાથી આ દાવો કરવામાં આવી રહ્યો છે.
નવાઝ શરીફની પાર્ટીનું શ્રેષ્ટ પ્રદર્શન
પાકિસ્તાનમાં કુલ 5 નેશનલ એસેમ્બલી બેઠકો, જેમાં પંજાબ, ખૈબર પખ્તુનખ્વાની બે-બે નેશનલ એસેમ્બલી બેઠકો અને સિંધ પ્રાંતની એક નેશનલ એસેમ્બલી બેઠક પર પેટાચૂંટણીઓ યોજાઇ હતી. તો પંજાબ પ્રાંતની 12 સ્ટેટ એસેમ્બલી બેઠકો, ખૈબર પખ્તુનખ્વાની 2 અને બલૂચિસ્તાનની પણ 2 એસેમ્બલી બેઠકો પર પેટાચૂંટણીઓ કરાવવામાં આવી હતી. આ પેટાચૂંટણીઓમાં નવાઝ શરીફની પાર્ટીને 2 નેશનલ એસેમ્બરલી બેઠકો અને 10 સ્ટેટ એસેમ્બલી બેઠકો પર જીત મળી છે. આ પેટાચૂંટણીમાં PMLN ઉપરાંત ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઇના સમર્થન વાળી સુન્ની ઇત્તેહાદ કાઉન્સિલ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ પણ ભાગ લીધો હતો. જ્યારે મૌલાના ફઝલુર રહેમાનની પાર્ટી જમિયત ઉલેમા-એ-ઈસ્લામે પેટાચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.
પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, PMLNએ 2 નેશનલ એસેમ્બલી બેઠકો પર જીત મેળવી હતી ટોપ PPP અને સુન્ની ઇત્તેહાદ કાઉન્સિલને એક એક બેઠક પર અને એક બેઠક પર અપક્ષ ઉમેદવારને જીત મળી છે. સ્ટેટ એસેમ્બલી બેઠકોની વાત કરીએ તો PMLNએ પંજાબની 9 સ્ટેટ એસેમ્બલી બેઠકો અને બલૂચિસ્તાનની એક બેઠક પર જીત મેળવી છે. તો, PPP, સુન્ની ઇત્તેહાદ કાઉન્સિલ અને ઇશ્તેકામ પાકિસ્તાન પાર્ટીએ એક-એક સીટ જીતી લીધી છે.
પેટાચૂંટણી દરમિયાન અનેક સ્થળોએ હિંસા ફાટી નીકળી હતી
પેટાચૂંટણી દરમિયાન પાકિસ્તાનમાં ઘણા સ્થળોએ હિંસા પણ જોવા મળી હતી અને પીટીઆઈ અને PMLN સમર્થકો વચ્ચેની ઘર્ષણ થવાથી એક કાર્યકરનું મોત પણ થયું હતું. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે, પાકિસ્તાન સરકારે ઘણી જગ્યાએ ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ ઉપરાંત ઘણી જગ્યાએ મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. પંજાબની બે નેશનલ એસેમ્બલી સીટ પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ અને મરિયમ નવાઝના રાજીનામાને કારણે ખાલી પડી હતી. શાહબાઝ શરીફે પંજાબ વિધાનસભાની બે બેઠકો ખાલી કર્યા પછી પણ આ બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી.


