- પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં મોટો આતંકવાદી હુમલો થયો હતો
- અપહરણ કરીને લઈ જવાયેલા 11 લોકોની હત્યા કરાઈ હતી
- પાકિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મીનો સતત વધતો કેર
પાડોશી દેશ પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં બે દિવસ પહેલાં મોટો આતંકવાદી હુમલો થયો હતો. જેમાં બસ મુસાફરો સહિત ઓછામાં ઓછા 11 લોકોની હત્યા કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, બલૂચ આતંકવાદીઓએ આ હુમલાની જવાબદારી લીધી છે.
બલૂચિસ્તાન પ્રાંતના નોશકી વિસ્તારમાં શનિવારે પંજાબ પ્રાંતના નવ યુવાનોની હત્યા કરવામાં આવી હતી જ્યારે બંદૂકધારીઓએ તેઓને બસમાંથી બળજબરીથી ઉતારી દીધા હતા અને તેમની પંજાબી જાતિની પુષ્ટિ કર્યા પછી તેમનું અપહરણ કર્યું હતું. બાદમાં તેઓએ તેમની હત્યા કરી અને તેમની લાશ નજીકના પુલ નીચે ફેંકી દીધી. એક અલગ ઘટનામાં આતંકવાદીઓએ એક જ રસ્તા પર બે લોકોની હત્યા કરી હતી.
મળતી માહિતી પ્રમાણે,પ્રતિબંધિત બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ આ હત્યાઓની જવાબદારી લીધી છે. રિપોર્ટ અનુસાર પંજાબના નવ લોકો ઈરાન જઈ રહ્યા હતા, જ્યાંથી તેઓ તુર્કી થઈને યુરોપમાં પ્રવેશવાની યોજના બનાવી રહ્યા હતા. સ્થાનિક લોકોને ટાંકીને રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિ યુરોપ જવા માંગે છે. બધા તીર્થયાત્રીઓ હોવાનો ઢોંગ કરીને ઈરાની સરહદ અધિકારીઓ દ્વારા તપાસ ટાળવા માંગતા હતા.
રિપોર્ટ અનુસાર ઘણીવાર યુવા પાકિસ્તાનીઓનો ગેરકાયદે પ્રવાસી માને છે. સરકારે ઉગ્રવાદીઓ વિરુદ્ધ કડક પગલાં લીધા હોવાનો દાવો કર્યો છે. બલૂચ રાષ્ટ્રવાદી ઘણીવાર પંજાબના લોકો સામે હિંસક કાર્યવાહી કરતા હોય છે. તેઓનો આરોપ છે કે બલૂચિસ્તાનની ખનીજ સંપત્તિ કાઢવા માટે પંજાબના લોકો સામેલ હતા.
પ્રતિબંધિત બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ તાજેતરમાં માચ શહેર, ગ્વાદર બંદર અને તુરબતમાં એક સૈન્ય ઠેકાણા પર ત્રણ મોટા આતંકી હુમલા કરવાનો દાવો કર્યો છે. જેમાં સુરક્ષાદળોએ આશરે 17 આતંકવાદીઓને સમાપ્ત કર્યા હતા.


