એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાશ્મીરમાં વિકાસની નવી હરણફાળ ભરી રહ્યા છે. જમ્મુ-કાશ્મીર વિકાસની નવી ઉંચાઈઓ આંબી રહ્યું છે તો બીજી તરફ પાકિસ્તાન બરબાદી તરફ આગળ વધી રહ્યું છે. પાકિસ્તાને પોતાની કંગાળ હાલતમાં pokને તેના હાલ પર છોડી દીધુ છે.
જાણો, ગયા વર્ષે કેટલા અરબનું હતુ બજેટ?
શાહબાઝ શરીફની સરકારે pokના બજેટમાં 16 ટકાનો ઘટાડો કર્યો છે. ગયા વર્ષે 75 અરબ પાકિસ્તાની રુપિયાનું બજેટ જાહેર કરવામાં આવ્યું હતું. આ વર્ષે એટલે કે 2025માં 63 અરબ રુપિયાનું બજેટ જાહેર કરવામાં આવશે.
પાકિસ્તાને આ ઘટાડાનું કારણ બતાવ્યું
પાકિસ્તાનના શાહબાઝ શરીફે આ ઘટાડા પાછળનું કારણ IMFની શરતો જણાવી છે. કારણકે IMFએ પાકિસ્તાનને 7 અરબ ડોલરના વ્યાજ માટે ખૂબ કડક શરતો લગાવી હતી. આ છતા પાકિસ્તાને ચીનની પરિયોજનાઓ માટે બજેટમાં ઘણી રકમ ઉમેરી છે.
એક તરફ જ્યાં પાકિસ્તાન ધીમે ધીમે કંગાળ બની રહ્યું છે. તેને POKનું બજેટ ઘટાડવું પડે છે. તો બીજી બાજુ કાશ્મીર વિકાસની નવી ગતિ પકડી રહ્યું છે. તેનું પ્રમાણ આજે પીએમ મોદીએ જમ્મુ-કાશ્મીરને આપેલી ભેટ છે.
પીએમ મોદી ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર જમ્મુ કાશ્મીર પહોંચ્યા છે. અહીં તેઓ સૌથી ઊંચા રેલવે બ્રિજ ચિનાબ રેલવે બ્રિજનું ઉદ્ઘાટન કર્યુ છે. જે ઉધમપુર બનિહાલ રેલવે પ્રોજેક્ટ પર બનેલો દુનિયાનો સૌથી ઊંચો પુલ છે. આ ટ્રેક પર બનેલા અંજી બ્રિજનું પણ પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ દેશનો પ્રથમ એવો બ્રિજ છે જે કેબલ સ્ટેન્ડ ટેક્નિક પર બનેલો છે. પીએમ મોદીએ જમ્મુ કાશ્મીરને 46 હજાર કરોડની પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યુ છે.